- પૂર્વોતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- ભુકંપના ઉપરા-ઉપરી 2 ઝટકા અનુભવ્યા
- ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર
- લોકો બચવા માટે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા
આસામ:ગુવાહાટી સહિત પૂર્વોતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા સવારે 7:55 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા બતાવે છે અને ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર બતાવામાં આવી રહ્યું છે. આંચકાઓ અમુક મિનિટો સુધી અનુભવાયા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
ભૂકંપનો પ્રભાવ
ભૂકંપનો પ્રભાવ આસામ સહિત ઉતર બંગાળમાં પણ અનુભવાયો હતો. ગુવાહાટીમાં ઘણી જગ્યાએ વીજળી જતી રહી હતી. ભુકંપના ઉપરા-ઉપરી 2 ઝટકા અનુભવ્યા હતા.આસામના ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.
લોકોને સજાગ રહેવાની સલાહ આપું છું: સર્બાનંદ સોનોવાલ
આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકાઓ અનુભવ્યા છે. હું ઇચ્છું છું કે દરેક કાર્યક્ષમ બને, તેમજ લોકોને અન્ય જિલ્લાઓમાંથી અપડેટ લઈ રહ્યો છું અને લોકોને સજાગ રહેવાની સલાહ આપું છું.
અમિત શાહે સોનોવાલ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવા વાત કરી હતી