- સંમેલનમાં બંને પ્રધાનોની હાજરીના સમાચારો સાથે તેમની બેઠક અંગે અટકળો
- ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેશે
- આ પરિષદ ઇસ્તંબુલ પ્રક્રિયાનો ભાગ છે
નવી દિલ્હી: ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનોની આ પરિષદ ઇસ્તંબુલ પ્રક્રિયાનો ભાગ છે. જે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે સહકાર અને સલામતી માટેની પહેલ છે અને તેની શરૂઆત તુર્કીમાં 2 નવેમ્બર 2011ના રોજ કરવામાં આવી હતી.
એસ. જયશંકરને મળવા માટે હજી સુધી કોઈ બેઠક યોજાઈ નથી
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું છે કે, તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં મંગળવારે 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળવા માટે હજી સુધી કોઈ બેઠક યોજાઈ નથી. આ માટે કોઈ પ્રસ્તાવ દેવામાં આવ્યો નથી. સંમેલનમાં બંને પ્રધાનોની હાજરીના સમાચારો સાથે તેમની બેઠક અંગે અટકળો ચાલી રહી છે.