નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે અમેરિકાના વિદેશ પ્રધાન એંટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને પ્રધાનોએ એકબીજાનું અભિવાદન કર્યુ અને હાથ મિલાવ્યા હતા. આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના 5મા 2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગ અગાઉ થઈ છે. અમેરિકન વિદેશ પ્રધાન 2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગ માટે ખાસ ભારત પધાર્યા છે. વિદેશ મંત્રાલયના અધિકારીક પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બ્લિંકનના પ્રવાસને કારણે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક રણનૈતિક ભાગીદારીને પ્રોત્સાહન મળશે.
બાગચીએ એક્સ હેન્ડલ પર અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિંકનને 2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગ માટે ભારત પધારવા બદલ હાર્દિક સ્વાગત છે તેમ લખ્યું હતું. હવે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક રણનૈતિક ભાગીદારીને પ્રોત્સાહન મળશે.
અમેરિકાએ કહ્યું કે તે ભારતને એક અગ્રણી વૈશ્વિક શક્તિ અને અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણે છે. અમેરિકન વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક પત્ર અનુસાર 21મી સદીમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સૌથી રણનૈતિક અને પરિણામી સંબંધોમાંથી એક છે. ફેક્ટ શિટ અનુસાર અમેરિકન વિદેશ અને સુરક્ષા સચિવો અને તેમને સમકક્ષ ભારતીય અધિકારીઓ વચ્ચે 2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગ ઉચ્ચ સ્તરીય ચર્ચાનું એક પ્લેટફોર્મ છે.
2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગના માધ્યમથી અમેરિકન અને ભારતીય અધિકારીઓ બંને દેશની ભાગીદારીને વ્યાપક સ્તરે લઈ જઈ શકે છે. અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાંત પટેલે બ્લિંકનના ભારત પ્રવાસ પર કહ્યું કે, ભારત એક એવો દેશ છે જેની સાથે અમારી ગાઢ ભાગીદારી છે. તેથી મને આશા છે કે આ ભાગીદારીમાં સુરક્ષા સહયોગને સઘન બનાવવો તેના પર પણ ચર્ચા થશે.
ગુરુવારે અમેરિકન સુરક્ષા પ્રધાન લોયડ ઓસ્ટિન પણ 2 Plus 2(2+2) મિનિસ્ટ્રિયલ ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત પધારી ચૂક્યા છે. તેમના ભારતીય સમકક્ષ પ્રધાન રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યુ હતું. અમેરિકા અને ભારતે એક મજબૂત રક્ષા ઔદ્યોગિક સહયોગ સ્થાપિત કર્યો છે.
- External Affairs Minister S Jaishankar : જયશંકરે ઈટલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા કરી
- Eight Indians Detained in Qatar: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 એક્સ ઓફિસર્સના પરિવારને જયશંકર રુબરુ મળ્યા