- સીરમ ઈન્સ્ટિટ્યૂટ (Serum Institute) કોવોવેક્સ વેક્સિન (Covovax Vaccine)નું કરી રહી છે ઉત્પાદન
- કોવોવેક્સ વેક્સિનનો (Covovax Vaccine)નો પહેલો જોવા માટે ઉત્સાહિત છુંઃ અદાર પૂનાવાલા (Adar Poonawala)
- અદાર પૂનાવાલા (Adar Poonawala)એ સીરમ ઈન્સ્ટિટ્યૂટની ટીમ (Team of Serum Institute)ના વખાણ કર્યા
પૂણેઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, નોવાવેક્સ ઈન્ક (Novavex Ink) દ્વારા બનાવવામાં આવતી કોરોનાની વેક્સિન કોવેક્સ (Corona vaccine covex)નો પહેલા જથ્થાનું ઉત્પાદન SIIના પૂણે એકમમાં કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-Vaccine rumors: શું કોરોના વેક્સિન પછી બાળકો પેદા નહીં કરી શકાય? આરોગ્ય મંત્રાલયે આપ્યો જવાબ
આ વેક્સિનમાં 18 વર્ષથી ઓછી વયની ભાવિ પેઢીઓની રક્ષા માટે ઘણી ક્ષમતા છેઃ અદાર પૂનાવાલા
અદાર પૂનાવાલાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, પૂણેમાં અમારા એકમમાં આ સપ્તાહન નિર્મિત કરવામાં આવતા કોવેક્સ (નોવાવેક્સ દ્વારા બનાવવામાં આવતી)ના પહેલા જથ્થાને જોવા માટે હું ઉત્સુક છું. આ વેક્સિનમાં 18 વર્ષથી ઓછી વયની ભાવિ પેઢીઓની રક્ષા માટે ઘણી ક્ષમતા છે. આ અંગે પરિક્ષણ ચાલુ છે. સીરમ ઈન્ડિયાએ સારું કાર્ય કર્યું છે.
આ પણ વાંચો-અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર
વર્ષ 2020માં અમરિકાની વેક્સિન કંપની નોવોવેક્સ ઈન્કે જાહેરાત કરી હતી
અદાર પૂનાવાલાએ માર્ચમાં કહ્યું હતું કે, ભારતમાં કોવોવેક્સ વેક્સિન (Covovax vaccine)નું ક્લિનિકલ ટ્રાયલ (Clinical trials) શરૂ થઈ ગયું છે અને કંપની આ વર્ષે સપ્ટેમ્બર સુધી રજૂ કરવાની આશા છે. ઓગસ્ટ 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવેક્સ ઈન્કે (Novavax Ink) પોતાની કોરોના વેક્સિન NVX-COV-2372ના વિકાસ અને વેપારીકરણ માટે SII સાથે એક લાઈસન્સ સમજૂતીની જાહેરાત કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે (Serum Institute)કોવિશિલ્ડ વેક્સિને (Covishield vaccine) દેશમાં રજૂ કરી હતી. આ વેક્સિનના નિર્માણ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) અને એસ્ટ્રાજેનેકા (Astrageneca)ની સાથે સહયોગ કરવામાં આવ્યો હતો.