નવી દિલ્હીઃભારતમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ લીગ શરૂ થવા જઈ રહી છે. જેના માટે યુવતીઓ ખૂબ જ ઉત્સાહિત છે. વુમન્સ ક્રિકેટ લીગ શરૂ થતાની સાથે જ ક્રિકેટમાં પોતાના ભવિષ્યના સપનાં જોતા યુવા ખેલાડીઓની પાંખો મળશે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત સાથે ભારતમાં ક્રિકેટ પ્રત્યે છોકરીઓનો રસ વધશે. WPLની પ્રથમ આવૃત્તિની પ્રથમ મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
કોના પરથી પડ્યું સ્ટેડિયમનું નામ: ડીવાય પાટિલ સ્ટેડિયમના માલિક મરાઠી રાજકારણી જ્ઞાનદેવ યશવંતરાવ પાટીલ છે. સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમ 4 માર્ચ 2008ના રોજ પૂર્ણ થયું હતું. તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનનું હોમ ગ્રાઉન્ડ છે. જેમાં એક સાથે 55 હજાર દર્શકો મેચ નિહાળી શકશે. ઈડન ગાર્ડન્સ પછી તે દેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાં અત્યાર સુધીમાં 2 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેદાન પરથી WPLની પ્રથમ સિઝન શરૂ થશે. અહીં કુલ 11 મેચ રમાશે.
આ પણ વાંચો:WPL 2023: આજથી ભારતીય ક્રિકેટમાં નવા યુગનો ઉદય, ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સની મેચ