- વિજયા દશમી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે
- દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો આ દિવસે કર્યો હતો વધુ
- અશુભ પર શુભ શક્તિના વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે દશેરા
એક અન્ય દંતકથા અનુસાર ત્રિદેવો સહિત તમામ દેવોએ તેમની શક્તિઓથી દેવી દુર્ગાની (Devi Durga) ઉત્પત્તિ કરી હતી. આ પછી દેવીએ ખૂબ જ શક્તિશાળી રાક્ષસ રાજા મહિષાસુરનો (Mahishasur) વધ કર્યો અને સમગ્ર વિશ્વને તેના આતંકથી મુક્ત કર્યું. મા દુર્ગાના આ વિજયને (Dussera) વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.
આ તહેવાર અનિષ્ટ પર સારપની જીત અને અસત્ય પર સત્યની જીતનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે.
દશેરા પર કરવામાં આવે છે વિશેષ પૂજા
દુશ્મનો પર વિજયની પ્રાપ્ત કરવા માટે આ દિવસે (Dussera) શસ્ત્રપૂજાનું વિશેષ મહત્ત્વ છે. પહેલાંના જમાનાની જેમ આજે પણ શસ્ત્રો, મશીનો, કારખાનાઓ વગેરેની પૂજા કરવાની પરંપરા છે અને દેશના તમામ રજવાડાંઓ અને સરકારી શસ્ત્રાગારમાં આજે પણ શસ્ત્ર પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્ર પૂજનની સાથે અપરાજિતા અને શમી વૃક્ષની પૂજાનું પણ મહત્વ છે.
જોકે દશેરાના (Dussera) દિવસે સમગ્ર દશમી તિથિને શુભ માનવામાં આવે છે, પરંતુ શસ્ત્ર, અપરાજિતા, શમી પૂજા માટે વિજય મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલા કાર્યમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થાય છે. વિજયાદશમી પર વિજય મુહૂર્ત બપોરે 02:09થી બપોરે 02:53 સુધી છે. આ સમય દરમિયાન આપની પાસેના શસ્ત્રો વગેરેની પૂજા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.