ચેન્નાઈ:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા (Bharat jodo yatra) પર છે. અત્યારે તેની યાત્રા કેરળ પહોંચી છે. અગાઉ તેઓ તમિલનાડુમાં હતા. અહીં એક ઘટના બની છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પોતે આ ઘટનાની માહિતી આપી હતી.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને આવ્યા લગ્નના પ્રસ્તાવ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી કે, ભારત જોડો યાત્રા દરમિયાન તમિલનાડુમાં કેટલીક મહિલાઓએ રાહુલ ગાંધીની સામે લગ્નની વાત શરૂ કરી હતી. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધી મર્તધામમાં મહિલા મનરેગા કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ કહ્યું કે, તે જાણે છે કે રાહુલ ગાંધી,RG, તમિલનાડુને પ્રેમ કરે છે અને તે તમિલ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે. Bharat jodo yatra, Rahul Gandhi got a marriage proposal,
ભારત જોડ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને આવ્યા લગ્નના પ્રસ્તાવ
ભારત જોડો યાત્રા: રમેશના કહેવા પ્રમાણે, જ્યારે રાહુલ ગાંધી તમિલનાડુમાં મહિલાઓના એક જૂથ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ કહ્યું કે, રાહુલ ગાંધી તમિલનાડુને પ્રેમ કરે છે, તેથી તે તેના લગ્ન તમિલ યુવતી (Rahul Gandhi got a marriage proposal) સાથે કરાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલશે. તેમણે વધતી બેરોજગારી અને મોંઘવારી સામે આ સફર શરૂ કરી છે
Last Updated : Sep 12, 2022, 8:23 AM IST