- ઘટના બાદ ચાલક ડમ્પર છોડીને ફરાર થઇ ગયો હતો
- ડમ્પરે મજૂર પરિવારના 5 લોકોને કચડી નાંખ્યા છે
- આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે
ઝાલાવાડઃ જિલ્લામાં એક બેકાબૂ ડમ્પરે ઝૂપડીની બહાર સૂઇ રહેલા મજૂર પરિવારના 5 લોકોને કચડી નાંખ્યા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મરનારમાં પતિ, પત્નિ અને તેમના 3 બાળકો શામેલ છે. આ ઘટના મોડી રાતની બતાવવામાં આવી રહી છે. ઘટના બાદ ચાલક ડમ્પર છોડીને ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચોઃમુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત
ઘાટોલી વિસ્તારનો એક પરિવાર રસ્તા પર ઝૂપડીની બહાર સૂઇ રહ્યો હતો
પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર આ ઘટના ઝાલાવાડના તીનધાર મંડાવર રોડ પર બડબેલા ગામ પાસે થઇ હતી. જ્યાં ઘાટોલી વિસ્તારનો એક પરિવાર ફૂટપાથ પર ઝૂપડીની બહાર સૂઇ રહ્યો હતો. મોડી રાત્રે લગભગ પોણા બાર વાગ્યે એક બેકાબૂ ડમ્પર તેમને કચડીને આગળ જતું રહ્યું હતું. ઘટના એટલી ભયજનક હતી કે પતિ, પત્નિ અને તેમના 3 બાળકોનું ત્યાં જ મૃત્યુ થઇ ગયું. ત્યાં જ તેમનાથી થોડે જ દૂર સૂઇ રહેલા 2 બાળકો ઘટનાનો શિકાર બનતા બનતા બચી ગયા હતા.