ઝારખંડમાં આવેલ દુમકા જિલ્લાના બડતલ્લા ગામમાં ધોરણ 10ના વિદ્યાર્થીની લાશઝાડ પર લટકતી (girl was found hanging from a tree) મળી આવી છે. બે વિદ્યાર્થિનીને પેટ્રોલ નાખી જીવતી સળગાવી દેવાની અને આદિવાસી યુવતીની બળાત્કારબાદ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની છેલ્લા દોઢ માસ દરમિયાન જિલ્લામાં આ ચોથી ઘટના છે. ઝાડ પર લટકતી આદિવાસી યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
ગ્રામજનોએ હોબાળો મૃતક યુવતી કાઠીકુંડ પોલીસ સ્ટેશન (Kathikund Police Station) વિસ્તારના અમગાચી ગામનો રહેવાસી હતી. બડતલ્લા ગામની બહાર ઝાડ પર લટકતી લાશ જોઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે પછી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.