ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tokyo Olympicsમાં સારા પ્રદર્શનના કારણે વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું

ભારતીય પુરૂષ હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રમતોમાં સારા પ્રદર્શનનો ફાયદો વિશ્વ રેન્કિંગમાં પણ મળ્યો છે. આ એક પગલા આગળ વધીને ટોપ ત્રણમાં પહોંચી છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે (FIH) ગુરૂવારે તાજા વિશ્વ રેન્કિંગ (World ranking) જાહેર કરી છે, જેમાં ભારત ત્રીજા નંબર પર આવ્યું છે.

Tokyo Olympicsમાં સારા પ્રદર્શનના કારણે વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું
Tokyo Olympicsમાં સારા પ્રદર્શનના કારણે વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું

By

Published : Jul 30, 2021, 10:20 AM IST

  • ભારતીય પુરૂષ હોકી ટીમે (Indian men's hockey team) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો મળ્યો ફાયદો
  • ઓલિમ્પિકમાં સારા પ્રદર્શનના કારણે વિશ્વ રેન્કિંગ (World ranking)માં ટોપ 3માં ભારતને મળ્યું સ્થાન
  • વર્ષ 2003માં રેન્કિંગ શરૂ કર્યા પછી આ તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian men's hockey team)ને ટોક્યો ઓલિમ્પિક રમતોમાં સારા પ્રદર્શનનો ફાયદો વિશ્વ રેન્કિંગ (World ranking)માં પણ મળ્યો છે. આ એક પગલા આગળ વધીને ટોપ ત્રણમાં પહોંચી છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે (FIH) ગુરૂવારે તાજા વિશ્વ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારત ત્રીજા નંબર પર આવ્યું છે. વર્ષ 2003માં રેન્કિંગ શરૂ કર્યા પછી આ તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. આ પહેલા તેઓ માર્ચ 2020માં ચોથા નંબર પર પહોંચી હતી, જે તેની પહેલાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હતી.

આ પણ વાંચો-Tokyo Olympics, Day 8: તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ

પહેલા સ્થાન પર ઓસ્ટ્રેલિયા

ભારતના 2,286 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાન પર જનારા નેધરલેન્ડ (2,267 પોઈન્ટ)થી 19 પોઈન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયા (Australia) 2,628 પોઈન્ટ સાથે પહેલા અને બેલ્જિયમ (Belgium) 2,606 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.

આ પણ વાંચો-Tokyo Olympic 2020, day 8: બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત, દેશમાટે એક મેડલ સુનિશ્ચિત કર્યો

ભારતે ઓલિમ્પિકમાં ધમાકેદાર વાપસી કરી

ભારતે ઓલિમ્પિકમાં ન્યૂ ઝિલેન્ડ (New Zealand)ને 3-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારત (India) ઓસ્ટ્રેલિયા 1-7થી હારી ગયું હતું, પરંતુ તેમ છતાં ભારતે સ્પેનને 3-0 અને અર્જેન્ટિનાને 3-1થી હરાવીને સારી વાપસી કરીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. તાજા વિશ્વ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પાંચમા સ્થાન પર છે. ત્યારબાદ જર્મની (Germany), અર્જેન્ટિના (Argentina), ન્યૂ ઝિલેન્ડ (New Zealand), સ્પેન (Spain) અને દક્ષિણ આફ્રિકા (South Africa)નો નંબર આવે છે.

ABOUT THE AUTHOR

...view details