ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1,038 લોકોના મોત થયા - Corona virus vaccine

ભારતમાં દિવસેને દિવસે કોરોનાના કેસનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,00,739 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,40,74,564એ પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1,038 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1,73,123 થઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 14,71,877 કેસ સક્રીય છે.

corona
corona

By

Published : Apr 15, 2021, 11:08 AM IST

  • દેશમાં અત્યાર સુધી 11 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું
  • દેશના અનેક ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહ્યા છે
  • દેશમાં અત્યાર સુધી 1,73,123 લોકોના કોરોનાના કારણે મોત

હૈદરાબાદઃ દેશમાં કોરોનાના કેસ વધતા અનેક રાજ્યમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ દેશના અનેક ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1,038 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 1,73,123 થયો છે. હાલમાં દેશમાં કોરોનાના 14,71,87 કેસ સક્રીય છે. તો બીજી તરફ કોરોનાથી બચવા માટે દેશમાં કુલ 11,44,93,238 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે.

આ પણ વાંચોઃઅરવિંદ કેજરીવાલે CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા રજૂઆત કરી

અડધા ડઝન રાજ્યોએ બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી

કોવિડ મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવા અને ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કર્યા પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રે પણ આ ધોરણો માટે પોતાના રાજ્ય બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચોઃCBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજર

કર્ણાટકમાં નક્કી કરેલા સમયે લેવાશે બોર્ડની પરીક્ષા

પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોએ કહ્યું કે, તે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને હાલમાં તેમણે નક્કી નથી કર્યું કે બોર્ડની પરીક્ષા લેશે કે નહીં. કર્ણાટકે કહ્યું કે, તેઓ નક્કી કરેલા સમય પર પરીક્ષા લઈ લેશે. મેઘાલયે પણ ધોરણ 12 માટે રાજ્ય બોર્ડ પરીક્ષા કરાવવા માટે તૈયાર છે, પરંતુ સ્થિતિની સમીક્ષા પછી 10મા ધોરણ વિશે નિર્ણય લેશે. આ પહેલો એવો મોકો છે કે ધોરણ 10ની પરીક્ષા સંપૂર્ણ રદ કરવામાં આવી છે. આનાથી દેશભરમાં 21 લાખથી વધારે વિદ્યાર્થીઓ પર અસર પડશે.

ABOUT THE AUTHOR

...view details