ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સતત વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર સતત વધ્યું - લોકોને સુરક્ષિત રહેવા અપીલ

પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવે ગંગા જોખમના નિશાનથી થોડા જ સેન્ટિમીટર નીચે વહી રહી છે. જોકે, તંત્રએ તમામ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે.

સતત વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર સતત વધ્યું
સતત વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર સતત વધ્યું

By

Published : Jun 19, 2021, 11:27 AM IST

  • પહાડી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે
  • વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર વધ્યું
  • તંત્રએ તમામ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી

ઋષિકેશઃ પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર પણ વધી રહ્યું છે. ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર જોખમના નિશાન પર પહોંચી ગયું છે, જેને જોતા જિલ્લા તંત્રએ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધી છે. હરિદ્વારમાં પણ ગંગા નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે.

આ પણ વાંચો-ગંગા નદીની વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી, બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને જીવ બચાવ્યો

ગંગાનું જળસ્તર ચેતવણી રેખાને ઓળંગી ચૂક્યું છે

કેન્દ્રિય જળ આયોગની માનીએ તો, પહાડ પર સતત થઈ રહેલા વરસાદના કારણે અત્યારે ગંગાનું જળસ્તર ઘણું વધી શકે છે. હાલમાં જ ગંગાનું જળસ્તર ચેતવણી રેખાને ઓળંગી ચૂક્યું છે અને જોખમના નિશાનથી 18 સેન્ટિમીટર નીચે છે. ગંગાના વધતા જળસ્તરને જોતા ઋષિકેશ તંત્રએ સુરક્ષા વ્યવસ્થા ચાક-ચૌબંધ કરવામાં લાગી ગયું છે. જિલ્લા તંત્રએ ઋષિકેશ ત્રિવેણી ઘાટને ખાલી કરી દેવાયું છે.

આ પણ વાંચો-જૂનાગઢના કિન્નરોએ વેક્સિન લઈને રસીકરણ માટે કરી લોકોને અપીલ

તમામને સુરક્ષિત રહેવા તંત્રની અપીલ

આ સાથે જ ચંદ્રેશ્વર નગર, ત્રિવેણી ઘાટ, ખદરી ખડક-માફ, ગોહરી માફીમાં તંત્રએ એલર્ટ જાહેર કરતા તમામને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. પોલીસની સાથે સાથે નગર નિગમ અને સ્થાનીય તંત્રની ટીમ એનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરવામાં લાગી છે. જોકે, ગંગાનું જળસ્તર વધવાના કારણે આ વિસ્તારોમાં પાણી ભરી શકે છે. એ કારણ છે કે, તંત્રએ પણ આ વિસ્તારોમાં નજર ટકાવી રાખી છે.

ABOUT THE AUTHOR

...view details