ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવી ખરાબી, પાકિસ્તાનમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ - દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ

દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની SG 11 ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડીંગ (Emergency Landing Of SpiceJet Flight In Karachi) કરવું પડ્યું હોવાની ઘટના બની છે. ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે પાકિસ્તાનના કરાચી તરફ ડાઈવર્ટ કરવી પડી હતી.

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવી ખરાબી, પાકિસ્તાનમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવી ખરાબી, પાકિસ્તાનમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ

By

Published : Jul 5, 2022, 3:19 PM IST

નવી દિલ્હી:સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આજે (મંગળવાર) સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે તેને કરાચી કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing Of SpiceJet Flight In Karachi) કર્યું હતું. આ ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહી હતી, પરંતુ ખામીના કારણે તેને પાકિસ્તાન તરફ વાળવી પડી હતી. એવું કહેવામાં આવ્યું છે કે, પ્લેનની ઈન્ડિકેટર લાઇટમાં થોડી સમસ્યા હતી.

આ પણ વાંચો:SpiceJet Flight: દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ATCની મંજૂરી વિના રાજકોટથી ઉપાડવા મામલે તપાસ શરૂ

કરાચીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ :સ્પાઈસ જેટની ફ્લાઈટ કરાચીમાં લેન્ડિંગ કર્યા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે, તે ઈમરજન્સી લેન્ડિંગ નથી, ફ્લાઈટ સામાન્ય રીતે લેન્ડ થઈ હતી. હવે બીજું પ્લેન કરાચી મોકલવામાં આવ્યું છે. તે મુસાફરોને દુબઈ લઈ જશે.

પાયલટે કેબિનમાં ધુમાડો જોયો હતો :2 જુલાઈએ સ્પાઈસ જેટના એરક્રાફ્ટને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી કેબિનમાં ધુમાડો દેખાયો હતો. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારે પ્લેન ટેક-ઓફ કર્યા બાદ 5,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું, ત્યારે પાયલટે કેબિનમાં ધુમાડો જોયો અને પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.

આ પણ વાંચો:સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-3722 સુરત રન-વે પર ઓવર સૂટ, તમામ યાત્રીઓ સુરક્ષિત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details