બેંગલુરુ: HSR લેઆઉટ પોલીસે મલયાલમ ટીવી અભિનેતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેઓ કેરળથી શહેરમાં ડ્રગ્સ વેચતા (Drug Trafficking in Bangalore) હતા અને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને નિશાન બનાવતા હતા. અભિનેતા શિયાઝ (Malayalam tv actor arrested) અને તેના સાથી મોહમ્મદ શાહિદ અને મંગલ તોડી જિતિનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 13 લાખની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે.
ડ્રગ ટ્રાફિકિંગમાં મલયાલમ ટીવી અભિનેતા સહિત 3 આરોપીઓની ધરપકડ - Drug Trafficking in Bangalore
શિયાઝ મલયાલમ ટેલિવિઝનમાં કો-સ્ટાર છે અને મોહમ્મદ શાહિદ મોબાઈલ શોપમાં કામ કરે છે. આરોપીઓ એચએસઆર, કોરમંગલા વિસ્તારની પ્રતિષ્ઠિત કોલેજોને નિશાન બનાવીને ડ્રગ્સનો ધંધો ચલાવતા હતા. તેઓ કેરળથી ગાંજા અને MDMA લાવતા (Drug Trafficking in Bangalore) હતા અને કોલેજના વિદ્યાર્થીઓને વેચતા હતા.
શિયાઝ મલયાલમ ટેલિવિઝનમાં કો-સ્ટારછે અને મોહમ્મદ શાહિદ મોબાઈલ શોપમાં કામ કરે છે. આરોપીઓ એચએસઆર, કોરમંગલા વિસ્તારની પ્રતિષ્ઠિત કોલેજોને નિશાન બનાવીને ડ્રગ્સનો ધંધો ચલાવતા હતા. તેઓ કેરળથી ગાંજા અને MDMA લાવતા હતા અને કોલેજના વિદ્યાર્થીઓને વેચતા હતા.
હાઈફાઈ પાર્ટીઓને સપ્લાય:આ સાથે તેઓ આ ગાંજા અને MDMA હાઈફાઈ પાર્ટીઓને સપ્લાય કરતા હતા. હાલમાં, એચએસઆર લેઆઉટ પોલીસે ધરપકડ કરાયેલા પાસેથી 191 ગ્રામ MDMA અને 2.80 કિલો ગાંજા જપ્ત કર્યો છે અને તપાસ ચાલુ રાખી છે, શહેરના દક્ષિણ પૂર્વ વિભાગના ડીસીપી સીકે બાબાએ જણાવ્યું હતું.