ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો - એલઓસી મેંધર સેક્ટર

જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનીયા વિસ્તારમાં શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ડ્રોન મળી આવ્યો હતો.

જમ્મુ-કશ્મિર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો
જમ્મુ-કશ્મિર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો

By

Published : Nov 29, 2020, 10:02 AM IST

  • જમ્મુ-કાશ્મીર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો
  • આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ડ્રોન મળી આવ્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનની બેફામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનીયા વિસ્તારમાં શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ડ્રોન મળી આવ્યો હતો. બોર્ડર સિક્યુરિટી ફોર્સે દ્વારા માહિતી મળી હતી કે, બીએસએફ જવાનોના ડ્રોન પર ફાયરિંગ કર્યા બાદ તે પાછા પાકિસ્તાન તરફ ગયો હતો.

21 નવેમ્બરના રોજ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ વિરામના ભંગની વચ્ચે એલઓસી મેંધર સેક્ટરમાં ડ્રોનની પ્રવૃત્તિ જોવા મળી હતી. 20 નવેમ્બરના રોજ, બે ડ્રોન પાકિસ્તાનની દિશાથી આવતા જોવા મળ્યા હતા અને જેવોએ સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી હતી.

ABOUT THE AUTHOR

...view details