ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Drone at Jammu: જમ્મુમાં આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન - ઈન્ડિયન એરફોર્સ

જમ્મુના કાલૂચક અને કુંજવાની વિસ્તારમાંથી આર્મી બેઝ પાસે ફરે એક વાર 2 ડ્રોન દેખાયા હતા. મંગળવારે પણ જમ્મુ શહેરના બાહ્ય વિસ્તારોમાં એક સૈન્ય સ્ટેશનની ઉપર 2 ડ્રોન જોવા મળ્યા હતા.

Drone at Jammu: જમ્મુમાં આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન
Drone at Jammu: જમ્મુમાં આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન

By

Published : Jun 30, 2021, 11:54 AM IST

  • જમ્મુના કાલૂચક અને કુંજવાની વિસ્તારમાંથી આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન
  • જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોન હુમલા પછી વિસ્તારોમાં સતર્કતા વધારાઈ
  • જમ્મુ શહેરના બાહ્ય વિસ્તારોમાં એક સૈન્ય સ્ટેશનની ઉપર 2 ડ્રોન જોવા મળ્યા હતા

શ્રીનગરઃ જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરબેઝ (Indian Air Force Airbase)પર ડ્રોન હુમલા (Drone attacks) પછી આસપાસના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં ફરી એક વાર ત્રીજા દિવસે પણ ડ્રોન (Drone) જોવા મળ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે જમ્મુના કાલૂચક અને કુંજવાની વિસ્તારમાં 2 ડ્રોન દેખાયા હતા. જોકે, આ અંગે વિસ્તૃત માહિતી નથી મળી. મંગળવારે પણ જમ્મુ શહેરના બાહ્ય વિસ્તારોમાં એક સૈન્ય સ્ટેશનની ઉપર 2 ડ્રોન જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદથી તે અખબારોનું એક બંડલ નીકળ્યું હતું.

આ પણ વાંચો-ડ્રોન પેધું પડ્યુંઃ જમ્મુમાં ફરી Suspected drone activity જોવા મળી

એક કાર રસ્તા પર રક્ષા સ્થાપનાની સાથે ખૂબ જ ધીમી ગતિથી પસાર થઈ રહી હતી

સુરક્ષા સ્થાપનાના સૂત્રોએ મંગળવારે કહ્યું હતું કે, સીસીટીવીમાં રાતના અંધારામાં 2 લોકો સૈન્ય સ્થાપનાને નિશાન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેઓ આતંકવાદી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ખરેખર તે એક વિસ્તારીય ભાષાના સમાચારપત્રના વિક્રેતા અને વિતરક હતા. આ પહેલા સેનાના સતર્ક જવાનોએ રત્રુચક-કાલૂચક સ્ટેશનની ઉપર ઉડી રહેલા 2 ડ્રોન પર રવિવાર અને સોમવારની રાત્રે ફાયરિંગ કરી સૈન્ય સ્થાપના પર હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ આંતરીક તપાસ કરી અને સુરક્ષા એજન્સીઓને સૂચિત કર્યું હતું કે, એક કાર રસ્તા પર રક્ષા સ્થાપનાની સાથે ખૂબ જ ધીમી ગતિથી પસાર થઈ રહી હતી.

આ પણ વાંચો-જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

પાકિસ્તાનના આતંકવાદીઓએ ડ્રોનથી કરેલો આ પહેલો હુમલો

સુરક્ષાબળોએ વિપરીત દિશાથી આવી રહેલી એક બાઈક સવાર પાસે રિમોટ કન્ટ્રોલ જેવું કેઈક હોવા અંગે વિચાર્યું હતું અને આ તમામ સોમવારની રાત્રે 2.40 વાગ્યા પછી થયું હતું અને બીજું ડ્રોન જોવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે, જમ્મુમાં ભારતીય વાયુસેનાના સ્ટેશન પર રવિવારે દેખાયેલા 2 ડ્રોનથી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાં 2 જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા દેશના કોઈ મહત્વપૂર્ણ સ્થાપના પર ડ્રોનથી કરેલો આ પહેલો હુમલો છે. આ હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. NIA સતવારી પોલીસ સ્ટેશનમાં મામલો રજિસ્ટર્ડ કર્યો છે. આ અંગે એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, NIA જમ્મુમાં બોમ્બ તત્વ અધિનિયમ, ગેરકાયદેસર ગતિવિધિ પ્રતિબંધ અધિનિયમની અનેક ધારાઓ અને ભારતીય દંડ સંહિતાની ધારા 307, 120બી (ગુનેગારી ષડયંત્ર) અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.પ્રવક્તાએ વધુમાં આ મામલો જમ્મુના વાયુ સેના કેન્દ્ર, સતવારી પરિસરના અંદર એક બોમ્બ તથા તેમની નજીક 6 મિનીટ પછી વધુ એક વિસ્ફોટ થવા સાથે સંબંધિત છે.

ABOUT THE AUTHOR

...view details