- પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દેખાયું
- BSF જવાનોએ તેને તોડી પાડવા માટે ગોળીબાર કર્યો
- BSF જવાનોએ ફાયરિંગ કરતા પાકિસ્તાન પર ફર્યું
પઠાણકોટ : પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દેખાયું હતું. BSF જવાનોએ તેને તોડી પાડવા માટે ગોળીબાર કર્યો હતો. જે બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફરી ગયું હતું. ગત કેટલાક સમયમાં પાકિસ્તાન ભારતમાં ઘુષણખોરીની કોશિશ કરી રહ્યું છે. આ અંતર્ગત પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ઢિંડા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ડ્રોન ગતીવિધિ જણાઇ હતી. જે બાદ BSFના જવાનોએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જે કારણે આ ડ્રોન પાકિસ્તાન પરત ફરી ગયું હતું.
આ પણ વાંચો -ભારતીય વાયુ સેનામાં 8 અપાચે લડાકુ હેલિકૉપ્ટરનો સમાવેશ થયો