નવી દિલ્હી:ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે, સોનાની દાણચોરીના(Smuggling of gold) પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે (DRI fails efforts of gold smuggling). DRIએ વિદેશથી દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા વિદેશી સોનાનું મોટું કન્સાઈનમેન્ટ પકડી પાડ્યું છે. DRIએ આશરે, રૂપિયા 33.40 કરોડની કિંમતના વિદેશી મૂળના 394 નંગ સોનાના બાર જપ્ત કર્યા હતા, જેની દાણચોરી પડોશી ઉત્તરપૂર્વીય દેશોમાંથી કરવામાં આવી રહી હતી. દાણચોરીકરાયેલા સોનાની સૌથી મોટી જપ્તીમાં, મુંબઈ, પટના અને દિલ્હીમાં 65.46 કિલો સોનું જપ્ત(65 kg gold seized in Mumbai Patna and Delhi) કરવામાં આવ્યું હતું. DRIએ પડોશી ઉત્તર-પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરીને લાવવામાં આવતા આશરે 33.40 કરોડની કિંમતના વિદેશી મૂળના 394 નંગ સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે.
દાણચોરીની યોજના બનાવી: બુધવારે DRIએ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, આ સોનું પડોશી દેશોમાંથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. DRIAના નિવેદન મુજબ, ચોક્કસ બાતમી પરથી જાણવા મળ્યું છે કે, એક ટોળકી સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ કંપનીના સ્થાનિક કુરિયર કન્સાઈનમેન્ટ દ્વારા મિઝોરમમાંથી વિદેશી સોનાની દાણચોરી કરવાની સક્રિય યોજના બનાવી રહી છે. નિવેદન અનુસાર, નોંધપાત્ર જપ્તીના ક્રમને ચાલુ રાખીને, ડીઆરઆઈએ લગભગ 65.46 કિલો વજનના વિદેશી સોનાના 394 બિસ્કીટ જપ્ત કર્યા છે.