ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચાંદીપુરમાં DRDOએ કર્યું આકાશ પ્રાઈમ મિસાઇલનું પરીક્ષણ, આ રહ્યું પરિણામ - આકાશ પ્રાઈમનું સફળ પરીક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આકાશ મિસાઇલનું સુધારેલું વર્ઝન આકાશ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મિસાઈલની ટેકનોલોજીમાં સુધારો થયા બાદ આ પ્રથમ પરીક્ષણ છે.

ચાંદીપુરમાં DRDOએ કર્યું આકાશ પ્રાઈમ મિસાઇલનું પરીક્ષણ, આ રહ્યું પરિણામ
ચાંદીપુરમાં DRDOએ કર્યું આકાશ પ્રાઈમ મિસાઇલનું પરીક્ષણ, આ રહ્યું પરિણામ

By

Published : Sep 27, 2021, 8:33 PM IST

  • ભારતે કર્યું ચાંદીપુરમાં મિસાઈલ પરીક્ષણ
  • સુધારેલી ટેકનોલોજી સાથે આકાશ પ્રાઈમનું પરીક્ષણ થયું
  • મિસાઈલે સફળતાપૂર્વક નિશાન હિટ કરી હતી

ઓડિશાઃ ઓડિશાના સાગરતટે ચાંદીપુર રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આકાશ મિસાઇલનું સુધારેલું વર્ઝન આકાશ પ્રાઇમનું પરીક્ષણ કર્યું છે, જે સફળ રહ્યું છે.. મિસાઈલની ટેકનોલોજીમાં સુધારો થયા બાદ આ પહેલું પરીક્ષણ છે.

ચાંદીપુર ITRથી થયું પરીક્ષણ

DRDO એ જણાવ્યું હતું કેે આકાશ મિસાઇલનું પરીક્ષણ ચાંદીપુરની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી કરવામાં આવ્યું હતું.

દુશ્મન વિમાનોની પ્રતિકૃતિઓને નિશાન બનાવાઈ

પરીક્ષણ દરમિયાન આકાશ પ્રાઈમ મિસાઈલ તેના લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કરવામાં સફળ રહી હતી. હવામાં દુશ્મન વિમાનોની પ્રતિકૃતિઓનો ઉપયોગ નિશાન તરીકે કરવામાં આવ્યો હતો. DRDO એ કહ્યું કે ટેકનોલોજીમાં સુધારા બાદ આકાશ પ્રાઇમનું આ પ્રથમ પરીક્ષણ છે.

આ પણ વાંચોઃ Agni Prime Missile Test: ઓડિશા તટ પર સફળ રહ્યું ટેસ્ટ ફાયર

આ પણ વાંચોઃ પોખરણમાં ભારતીય સૈન્યએ આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

ABOUT THE AUTHOR

...view details