પુણે : ડિફેન્સ એક્સ્પો 2022 (Defense Expo 2022) પહેલા DRDOએ (DRDO conducted successful test) પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું (3 Unmanned Remotely Controlled Weapon Boats) પરીક્ષણ કર્યું છે. આ બોટ DRDO દ્વારા ખાનગી સંરક્ષણ ઉત્પાદન સ્ટાર્ટ-અપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ બોટ સર્વેલન્સ હેતુઓ, પેટ્રોલિંગ અને એકંદર દરિયાઈ સુરક્ષા માટે ઉપયોગી છે. બોટ માનવરહિત હોવાને કારણે મુખ્યત્વે કોઈ પણ પ્રકારના માનવ જીવનના જોખમને દૂર કરે છે.
DRDO પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ વેપન બોટનું કર્યું પરીક્ષણ - 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટ
ડિફેન્સ એક્સ્પો 2022 (Defense Expo 2022) પહેલા DRDOએ (DRDO conducted successful test) પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું (3 Unmanned Remotely Controlled Weapon Boats) પરીક્ષણ કર્યું છે. આ બોટ DRDO દ્વારા ખાનગી સંરક્ષણ ઉત્પાદન સ્ટાર્ટ-અપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગના સહયોગથી વિકસાવવામાં આવી છે.
DRDOએ પુણેમાં 3 માનવરહિત રિમોટલી કંટ્રોલ્ડ વેપન બોટનું કર્યું પરીક્ષણ :ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં લેતા બોટમાં લગભગ 4 કલાકનો સ્ટેમિના હોય છે, જે વિવિધ પ્રકારો સાથે બદલાય છે. હાલમાં, બોટ મહત્તમ 10 નોટ/કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ તેને વધારીને 25 નોટ કરી શકાય છે. આ બોટના કેટલાક પ્રકારો લિથિયમ બેટરી સાથે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાકમાં ઓન-બોર્ડ એન્જિન હોય છે જે પેટ્રોલનો ઉપયોગ કરે છે. આ માહિતી પીએમ નાઈકે, ગ્રુપ ડિરેક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ડીઆરડીઓ દ્વારા આપી હતી.