બાલાસોર:ભારતે ઓડિશાના દરિયાકાંઠે ટૂંકી રેન્જની સપાટીથી (Surface to surface ballistic missile) સપાટી પર માર મારનાર બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું (ballistic missile Pralay) સફળતાપૂર્વક પરીક્ષણ (Ballistic Missiles Prayal test) કર્યું છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) આ જાણકારી આપી.
મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા
DRDO દ્વારા વિકસિત ઘન-ઇંધણ, લડાઇ મિસાઇલ ભારતીય બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામના 'પૃથ્વી ડિફેન્સ વ્હીકલ' પર આધારિત છે. મળતી માહિતી મુજબ, એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે 10.30 વાગ્યે છોડવામાં આવેલી મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા છે.
દરિયાકાંઠેથી તેના પ્રક્ષેપણ પર સર્વેલન્સ સાધનો દ્વારા દેખરેખ રાખવામાં આવી
દરિયાકાંઠેથી તેના પ્રક્ષેપણ પર સર્વેલન્સ સાધનો દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. પ્રલય એ 350-500 કિમીથી ઓછી રેન્જ સાથેની સપાટીથી સપાટી પરની મિસાઇલ છે, અને તે 500-1000 કિલોગ્રામનો ભાર વહન કરવામાં સક્ષમ છે.