- DRDOએ તૈયાર કરેલી હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા હશે
- DRDOએ ગયા વર્ષે 1,000 બેડની હોસ્પિટલ તૈયાર કરી હતી
- હોસ્પિટલમાં સોમવારથી દર્દીઓને દાખલ કરવામાં આવશે
નવી દિલ્હીઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા હોવાથી DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ફરી એક વાર સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ-19 હોસ્પિટલની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ગયા વર્ષે પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને જવાનોની હિંમતથી રેકોર્ડ 12 દિવસની અંદર 1,000 બેડની આ હોસ્પિટલ તૈયાર કરી હતી.
આ પણ વાંચોઃલખનઉમાં 2,000 ICU બેડની વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાનનો આદેશ
કોવિડ હોસ્પિટલમાં આ વખતે 500 બેડની વ્યવસ્થા હશે
દિલ્હી કેન્ટમાં એરપોર્ટની પાસે એક વાર ફરી DRDO સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરશે. આ પહેલા હોસ્પિટલમાં 1,000 બેડની વ્યવસ્થા હતી. જોકે, આ વખતે 500 બેડની સુવિધા સાથે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. સોમવારથી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવશે. 250 બેડ દર્દીઓ માટે
આ પણ વાંચોઃવડોદરામાં 160 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 11 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરાઈ
આ હોસ્પિટલમાં સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાશે
હોસ્પિટલમાં DGAFMSની મેડિકલ ટીમ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક બેડ ઓક્સિજનની સાથે હશે. વેન્ટિલેશનની સંખ્યા વધારે છે. સૌથી મોટી વાત આ હોસ્પિટલમાં સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાશે. આ સાથે જ અહીં મૂળભૂત ટેસ્ટિંગ સુવિધા પણ હશે.