- કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથીઃ SP દિપક ઝા
- ડ્રોનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું
- ત્રણથી ચાર એન્જિનિયરો ડ્રોન ચલાવતા હતા
જગદલપુર: શહેર ઉપર છેલ્લા 1 અઠવાડિયાથી ફરતું એક વિશાળ ડ્રોન રવિવારે સાંજે એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું હતું. ડ્રોનને તાજેતરમાં નક્સલ વિરોધી ઓપરેશન માટે બસ્તર લાવવામાં આવ્યું હતું અને તેની ટ્રાયલ સતત ત્રણ-ચાર દિવસ શહેરમાં ચાલી રહી હતી. સલામત લેન્ડિંગના અભાવને કારણે ડ્રોન એરપોર્ટની દિવાલ પર ટકરાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે DRDO(Defence Research and Development Organisation)એ માત્ર 1 અઠવાડિયા પહેલા જ વિદેશથી અત્યાધુનિક ડ્રોન મંગાવ્યું હતું. નક્સલ વિસ્તારોમાં ડ્રોનની રાખવામાં આવતા પહેલા તેની ટ્રાયલ લેવામાં આવી રહી હતી પરંતું આ પહેલાં તે ક્રેશ થયું હતું. ત્રણથી ચાર એન્જિનિયરો ડ્રોન ચલાવતા હતા.
આ પણ વાંચોઃ પઠાણકોટ બોર્ડર પર દેખાયું ડ્રોન BSF જવાનોએ ફાયરિંગ કરતા પાકિસ્તાન પર ફર્યું
નક્સલ અભિયાનને કારણે DRDOએ વિશાળ ડ્રોનને છત્તીસગઢ મંગાવ્યું હતું