- કોવિડ -19 વિરોધી એન્ટિબોડીઝને શોધવા માટે કીટ તૈયાર કરી
- જેનું પરિણામ 75 મિનિટમાં મળે છે
- કીટની પૂર્ણ અવધિ 18 મહિનાની છે
ન્યુ દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ કોવિડ -19 વિરોધી એન્ટિબોડીઝને શોધવા માટે કીટ તૈયાર કરી છે, જેનું પરિણામ 75 મિનિટમાં મળે છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃઆજે લોન્ચ થશે DRDOની એન્ટી-કોવિડ મેડિસિન
આ કીટનું નામ 'ડિપકોવૈન' છે
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ કીટનું નામ 'ડિપકોવૈન' છે અને આમાંથી પરિણામ મેળવવામાં ફક્ત 75 મિનિટનો સમય લાગે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કીટની પૂર્ણ અવધિ 18 મહિનાની છે.
કિટ વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી વિકસાવવામાં આવી છે
મંત્રાલયે જણાવ્યું છે કે, ડીપકોવૈન કીટ 97ટકા ઉચ્ચ સંવેદનશીલતા અને 99ટકા સ્પષ્ટીકરણ સાથે સાર્સ-કોવ -2 વાઇરસના સ્પાઇક અને ન્યુક્લિયોકેપ્સિડ જેવા બન્ને પ્રોટીનને શોધી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કિટ વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી વિકસાવવામાં આવી છે.
આ પણ વાંચોઃDRDO અને સરકારના સહયોગથી બનનારી મહાત્માં મંદિરની હોસ્પિટલ હશે સૌથી વિશેષ
કીટની કિંમત લગભગ 75 રૂપિયા હોઈ શકે છે
મંત્રાલયે કહ્યું કે, વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ જૂનના પહેલા અઠવાડિયામાં ઉત્પાદનને વ્યાવસાયિક ધોરણે લાવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કીટની કિંમત લગભગ 75 રૂપિયા હોઈ શકે છે.