- ગોરખપુરમાં ઓક્સિજનના અભાવે અનેક બાળકોના મોત
- તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી
- મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા
લખનઉ: ગોરખપુરની બાબા રાઘવ દાવ (BRD) મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે (lack of oxygen in Gorakhpur) બાળકોના મોતના મામલામાં યુપી સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કેસના મુખ્ય આરોપી ડો.કફીલ ખાનને બરતરફ કરવામાં આવ્યો છે. UPPSCએ ડો. કફીલને બરતરફ કરવાની મંજૂરી આપી હતી. આ પછી હવે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ બરતરફીના આદેશ (Medical Education Department Kafil Khan fired ) આપ્યા છે.
મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા
જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા BRD હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બાળકોના મોત થયા હતા. આ કેસમાં ડો.કફીલ ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક સમિતિ તેમની સામેના આરોપોની તપાસ કરી રહી હતી અને હવે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરતા ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા છે.