ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ખારેકના ભાવમાં થયો વધારો - પાકિસ્તાનમાં વરસાદ

ખારેક જે ઠંડીના દિવસોમાં પૌષ્ટિક હોય છે, તે હવે તમામ સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહી છે. રાજ્યમાં મોટાભાગની ખારેક પાકિસ્તાનમાંથી આવે છે, પરંતુ ભારે વરસાદને Heavy Rains In Pakistan કારણે 50 ટકા પાકને નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં ભારે વરસાદ કારણે ખારેકના ભાવમાં થયો વધારો
પાકિસ્તાનમાં ભારે વરસાદ કારણે ખારેકના ભાવમાં થયો વધારો

By

Published : Aug 17, 2022, 1:36 PM IST

હૈદરાબાદઠંડીના દિવસોમાં પૌષ્ટિક ગણાતી ખારેક હવે તમામ સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહી છે. ખારેકના વેપારી શિવનારાયણ તોટલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટાભાગની ખારેક પાકિસ્તાનમાંથી આવે છે, પરંતુ સતત ભારે વરસાદને (Heavy Rains In Pakistan) કારણે 50 ટકા પાકને નુકસાન થયું છે, તેથી ભાવમાં વધારો (Dry Dates Prices Increased) થયો છે.

આ પણ વાંચોશ્રીલંકાના બંદરે આવતા ચીનના જહાજથી કોઈ પણ દેશની સુરક્ષા પર અસર નહીં પડે ચીનનું નિવેદન

પાકિસ્તાનમાંથી ખારેકની સૌથી વધુ આયાતભારતમાં ખારેકએ મુખ્ય આયાત છે. આમાં પાકિસ્તાનનો મોટો હિસ્સો છે. ખારેકના ઉત્પાદન માટે ત્યાંનું વાતાવરણ યોગ્ય પોષણયુક્ત હોવાથી ભારતમાં ખારેકનો મોટો જથ્થો આયાત કરવામાં આવે છે. ભારતમાં એક લાખ 75 હજાર ટન એટલે કે 17 હજાર ટ્રક ખારેકની આયાત થાય છે. જેમાંથી મહારાષ્ટ્રમાં લગભગ વીસથી પચીસ હજાર ટનનું વેચાણ થાય છે. લગભગ 80 થી 90 ટકા માલ પાકિસ્તાનથી રાજ્યમાં વેચાણ માટે આવે છે. બાકીની મસ્કત અને ઓમાનથી આયાત કરવામાં આવે છે. પરંતુ ખારેકના વેપારી શિવનારાયણ તોટલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે આવક ઘટી છે.

વરસાદને કારણે ખારેકનું 50 ટકા થયું છે નુકસાનપાકિસ્તાનમાં ભારે વરસાદ થયો હોવાનું જોવા મળ્યું હતું. જેના કારણે ત્યાંના ઉત્પાદનને ઘણી અસર થઈ છે. આ વર્ષે ખારેકના ઉત્પાદનને ભારે અસર થઈ છે કારણ કે ખારેકના ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવતા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લગભગ 50 ટકા પાકને નુકસાન થયું છે. 30 ટકા ઉત્પાદન નબળી ગુણવત્તાવાળું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ નથી મળી રહી. બાકીની 20 ટકા સારી ગુણવત્તાવાળી ખારેક ભારતમાં મોકલવામાં આવી રહી છે. પરિણામે આ વર્ષે ખારેકની આવકમાં 80 ટકાનો ઘટાડો થયો હોવાનું ખારેકના વેપારી શિવનારાયણ તોટલાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોજન્માષ્ટમી પૂજાનો સમય અને શ્રી કૃષ્ણના પ્રિય ભોગ વિશે જાણો

ખારેકના દર વધ્યા પોષક મૂલ્યને કારણે ચોમાસા અને શિયાળા દરમિયાન ખારેકની માગ વધી જાય છે, પરંતુ આ વર્ષે ખારેકના ભાવમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખારેક આ વર્ષે 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. આવક ન હોવાથી આ વર્ષે અમુક બજારોમાં હાથગાડી પર સસ્તી ખારેક મળશે? આ અંગે શંકા છે. તેથી સામાન્ય માણસના ખિસ્સા પર તરાપ મારવાની શકયતા નકારી શકાતી નથી. પરિણામે આ વર્ષે ખારેકના વેચાણ પર મોટી અસર થવાની સંભાવના ધંધાર્થીઓએ વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details