ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે માત્ર બે દિવસમાં મળ્યું રૂ. 100 કરોડનું દાન

અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે બનાવેલા ટ્રસ્ટને અત્યાર સુધીમાં રૂ. 100 કરોડનું દાન મળી ચુક્યું છે.

અયોધ્યા
અયોધ્યા

By

Published : Jan 18, 2021, 11:05 PM IST

  • અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે બે જ દિવસમાં રૂ. 100 કરોડનું દાન
  • વિહિપના ઉપાઅધ્યક્ષે 1,11,11,111 રુપિયાનો ચેક આપ્યો
  • રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ અને તેમના પરિવારના તરફથી 5,00,100 રુપિયાનું દાન

નવી દિલ્હી : શ્રીરામના જન્મસ્થાન અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિરમાં નિર્માણ માટે અત્યાર સુધી 100 કરોડનું દાન મળી ચુક્યું છે. રવિવારે ટ્રસ્ટના સેક્રેટ્રી જનરલસેક્રેટ્રી જનરલ ચંપત રાય સાથે વાતચીતમાં આ જાણકારી મળી. ચંપતરાયએ કહ્યું કે, તેમને કાર્યકર્તાઓના માધ્યમથી આ વાતની જાણકારી મળી છે. પરંતુ, હજી સુધી આ જાણકારી મુખ્યાલય સુધી નથી પહોંચી.શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય મંદિર માટે લોકોના સંપર્ક અને યોગદાન અભિયાન ચલાવે છે, જે 15 જાન્યુઆરીથી શરુ થયુ અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકૈયા નાયડૂએ મંદિર નિર્માણ માટે રૂ. 5 લાખથી વધુ દાન

અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ માટે દાન અકત્રિત કરવાના અભિયાનની શરુઆત શુક્રવારે થઇ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંદિર નિર્માણ માટે 5 લાખથી વધુ દાન આપ્યું. ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકૈયા નાયડૂ ની પરિવારે મંદિર નિર્માણ માટે પહેલા જ 5 લાખથી વધુ દાન આપી દીધું હતું.પહેલા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આર.એસ.એસ.) પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલા વાલ્મિકી મંદિરમાં પૂજા કરી. સૌથી મોટું યોગદાન રાયબેલી જીલ્લાના બૈસવાડાના તેદગાંવના પીર્વ પ્રમુખ સુરેન્દ્ર બાહદુર સિંહનું રહ્યું, જેમણે વિહિપના ઉપાઅધ્યક્ષ તેમજ શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સેક્રેટ્રી જનરલ ચંપત રાયને 1,11,11,111 રુપિયાનો ચેક આપ્યો. વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) રામ મંદિર નિર્માણ આંદોલનમાં સૌથી આગળ રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂના પત્ની ઉષા નાયડૂએ આપ્યું 5,11,116 રુપિયાનું યોગદાન

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે પૈસા ભેગા કરવા માટે વિહિપને અધિકૃત કર્યું છે. વિહિપના કાર્યકારી આંતરાષ્ટીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, વિહિપએ ધન એકત્રિત કરવાના હેતુથી પોતાનું અભિયાન શરુ કરી દીધું છે. તેની શરુઆત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ અને તેમના પરિવારના તરફથી રૂ. 5,00,100 રુપિયાની રાશિ મળી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂના પત્ની ઉષા નાયડૂ પહેલા જ મંદિર નિર્માણ માટે પૂરા પરિવાર તરફથી 5,11,116 રુપિયાનું યોગદાન કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિ પાસેથી દાન પ્રાપ્ત કરવા માટે મંદિરના ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરિ, વિહિપના આલોક કુમાર, ટ્રસ્ટના ટ્રસ્ટી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેંદ્ર મિશ્રા અને આર.એસ.એસના દિલ્હી નેતા કુલભૂષણ આહૂજાએ રાષ્ટ્રપતિભવનમાં કોવિંદ સાથે મુલાકાત કરી.

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ મંદિર નિર્માણ માટે દાન માટે 1.21 લાખ રુપિયા આપ્યા

વિહિપના એક પ્રતિનિધિમંડળએ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય સાથે પણ મુલાકાત કરી અને મંદિર નિર્માણ માટે દાન માટે 1.21 લાખ રુપિયા પ્રાપ્ત કર્યા. જયારે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતે પણ 1.51 લાખ રુપિયાનું યોગદાન આપ્યું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિનરાજ સિંહ ચૌહાણ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ, ઉતરપ્રદેશ અને ઝારખંડના રાજયપાલોં એ પણ વિહિપના પ્રતિનિધિમંડળો ને પોતોનું યોગદાન આપ્યું. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અયોધ્યામાં રાં મંદિરના નિર્માણમાં યોગદાન તરીકે 2 લાખ રુપિયા આપ્યા.

ABOUT THE AUTHOR

...view details