ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખી - ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી

ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના કેરેબિયન દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. ડોમિનિકાના સ્થાનિક મીડિયા અનુસાર કોર્ટે ચોક્સીને હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવાનો આદેશ આપ્યો છે.

Choksi
Choksi

By

Published : Jun 15, 2021, 11:21 AM IST

  • ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખી
  • ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે વોન્ટેડ છે
  • ચોક્સીને વધુ કસ્ટડી માટે 17 જૂને કોર્ટ સમક્ષ રજૂ કરવા

નવી દિલ્હી: ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના કેરેબિયન દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. ડોમિનિકાના સ્થાનિક મીડિયા અનુસાર આ ખબર આવી હતી.

આ પણ વાંચો: કૌભાંડી મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ફગાવ્યા

ચોક્સીની 23 મેના રોજ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસની સુનાવણી શરૂ કરાઈ હતી

મીડિયા વેબસાઇટ 'નેચરઆઈસલેન્યૂઝ' અનુસાર સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટે ચોક્સીના 23 મેના રોજ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસની સુનાવણી શરૂ કરી હતી. ચોક્સીની કાનૂની ટીમે ડોમિનિકા ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલના ડોકટરોનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યું, જેમાં જણાવાયું છે કે, ચોક્સી માનસિક તાણમાં છે અને તેનું બ્લડ પ્રેશર વધી ગયું છે.

ચોક્સીને વધુ કસ્ટડી માટે 17 જૂને કોર્ટ સમક્ષ રજૂ કરવા

મુખ્ય ન્યાયધીશ કેરેટ જોર્જે સમગ્ર મામલે સુનાવણી 25 જૂન સુધી સ્થગિત કરી દીધી છે અને ચોક્સીને હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને ચોક્સીને વધુ કસ્ટડી માટે 17 જૂને કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે વોન્ટેડ છે

ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે વોન્ટેડ છે. લંડનમાં ચોક્સીના વકીલ માઇકલ પોલકે સોમવારે એક નિવેદન બહાર પાડીને એવો દાવો કર્યો હતો કે, કેટલાક નવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે બાર્બરા જબારીકા બોટ પર રોકવા માટેના બુકિંગને શોધી રહી હતી. ચોક્સી છેલ્લે બારબરા સાથે જોવા મળ્યો હતો. પોલાકે બે વીડિયો પણ જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details