- 100 ટકા ક્ષમતા સાથે ઊડી શકશે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ
- કોઈપણ પ્રતિબંધ વગર ડૉમેસ્કિટક ફ્લાઇટ્સ ઊડશે
- કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે
નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) 18 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ડૉમેસ્ટિક એર સેવાઓ (Domestic Air Services) ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત મંત્રાલયે તમામ એરલાઇન્સ (Airlines) અને એરપોર્ટ્સને એ પ્રોટોકોલનું પાલન કરવાનું ચાલું રાખવા કહ્યું છે, જે હવાઈ યાત્રા દરમિયાન સંસદ સભ્યોને વિશેષાધિકાર આપે છે.
પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ ફરીથી જાહેર કરાયા
પ્રોટોકોલના સંબંધમાં બેદરકારીના કેટલાક મુદ્દા મુત્રાલયના સંજ્ઞાનમાં આવ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ ફરીથી જાહેર કરવામાં આવી રહ્યા છે અને તમામ ઉડ્ડયન હિસ્સેદારોએ તેનું અક્ષરસ: અને ભાવનાથી પાલન કરવું જોઈએ.
એરપોર્ટ પર સાંસદોને ચા-કૉફી-પાણી મફતમાં મળવા જોઇએ
મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2021ના એક પત્રમાં લખ્યું કે, એરપોર્ટ સાંસદો સંબંધિત પ્રોટોકોલ માટે સમય-સમય પર નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જો કે એરપોર્ટ પર માનનીય સાંસદોના સંબંધમાં પ્રોટોકોલના પાલનમાં બેદરકારીના કેટલાક મુદ્દા મંત્રાલયના ધ્યાને આવ્યા છે. પ્રોટોકોલ અંતર્ગત સાંસદોને દેશભરના તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનામત લાઉન્જ સુવિધાઓ મળવી જોઇએ અને ચા અથવા કૉફી કે પાણી મફતમાં મળવું જોઇએ. વર્ષ 2007માં જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ દિશા-નિર્દેશોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.