નવી દિલ્હીઃ સતત વધી રહેલી ગરમી અને ચોમાસામાં વિલંબથી દરેક વ્યક્તિ પરેશાન છે. જો કે 7 જૂને કેરળમાં ચોમાસાએ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. આ પછી તે દેશના અન્ય રાજ્યોમાં જશે. હવામાન વિભાગે વિવિધ રાજ્યો માટે અલગ-અલગ તારીખો જાહેર કરી છે. કેરળ બાદ આગામી એક દિવસમાં કર્ણાટક અને તમિલનાડુમાં ચોમાસુ દસ્તક આપશે. આ પછી તે 9-12 જૂન સુધીમાં દેશના પૂર્વોત્તર ક્ષેત્રમાં પહોંચશે. બાદમાં અન્ય રાજ્યોમાં પહોંચશે. અન્ય રાજ્યોમાં શું સ્થિતિ છે તે જાણતા પહેલા ચાલો જાણીએ ચોમાસા વિશે.
કયા આધારે નક્કી થાય છે કે ચોમાસું આવી ગયું છે:હવામાન વિભાગ આ માટે ત્રણ સ્કેલનો ઉપયોગ કરે છે. પવનનો પ્રવાહ દક્ષિણ પશ્ચિમ હોવો જોઈએ. કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપના 14 સ્ટેશનો પરથી વરસાદનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેમાંથી 60 ટકા સ્ટેશનોએ બે દિવસ માટે ઓછામાં ઓછો 2.5 મીમી વરસાદ પડ્યો હોવો જોઈએ. આ સ્ટેશનો છે - કોઝિકોડ, ત્રિચુર, કન્નુર, કુડુલુ, મેંગ્લોર, કોચી, અલપ્પુઝા, કોલ્લમ, મિનિકોય, થાલાસેરી, અમિની, તિરુવનંતપુરમ, પુનાલુર અને કોટ્ટયમ. ત્રીજી શરત છે - વાદળો કેટલા અને કેટલા ગાઢ છે.
ચોમાસું કેવી રીતે આવે છે?:મોનસૂન - તે અરબી શબ્દ મૌસીમ પરથી ઉતરી આવ્યો છે. મોનસૂન શબ્દ અલ મસૂદી નામના લેખકે આપ્યો હતો. તેનો અર્થ છે - મોસમી પવન. ચોમાસું બે પ્રકારનું છે. પહેલું ઉનાળું ચોમાસું અને બીજું શિયાળુ ચોમાસું. ઉનાળાના ચોમાસાને દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ કહેવામાં આવે છે. તેનો સમય જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. શિયાળાના ચોમાસાને પરત ફરતું ચોમાસું કહેવામાં આવે છે. તે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલે છે. જેના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે ત્રાટક્યું છે. તે પછી તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે છે.
પહેલા ક્યારે આવ્યું ચોમાસું
પવન વરસાદ કેવી રીતે લાવે છે?:જૂન મહિનામાં ખૂબ જ ગરમી પડે છે. આ કારણે પૃથ્વી પર ગરમી વધે છે, જ્યારે સમુદ્ર પર થોડી ઓછી ગરમી છે. પાણી અને જમીનની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અલગ-અલગ છે, જેના કારણે પૃથ્વી પર ગરમી વધુ છે. દબાણના તફાવતને કારણે પવન તેમની દિશા બદલતા રહે છે. તે ઉચ્ચ દબાણના પટ્ટાથી ઓછા દબાણના પટ્ટામાં વહે છે. વધુ પડતી ગરમીના કારણે પૃથ્વી પર ઓછા દબાણનો પટ્ટો બને છે. એટલા માટે પવન સમુદ્રમાંથી જમીન તરફ ફૂંકાય છે. દરિયામાંથી આવતી હવામાં ભેજ છે. તે પૃથ્વી પર ઠંડુ પડે છે અને વરસાદ પડે છે.
" ચક્રવાતને કારણે 10, 11 અને 12 જૂને પવનની ઝડપ 45 થી 55 કિમી પ્રતિ કલાકે પહોંચે તેવી શક્યતા છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તમામ બંદરને રિમોટ વોર્નિંગ સિગ્નલ આપવા માટે કહેવામાં આવ્યું છે." - મનોરમા મોહંતી, IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર, અમદાવાદ
કેરળમાં ચોમાસના શ્રીગણેશ: આ વખતે પણ કેરળમાં ચોમાસું મોડું પહોંચ્યું છે. ચોમાસાએ અહીં 8મી જૂને દસ્તક આપી છે. હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. યલો એલર્ટનો અર્થ છે - છ સેમીથી 11 સેમી સુધી વરસાદ પડે છે. આનાથી વધુ વરસાદની સંભાવના હોય ત્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) ના સભ્ય સચિવ શેખર લુકોસે કુરિયાકોસે કહ્યું, 'આ તો માત્ર શરૂઆત છે. અમને આશા છે કે વરસાદ વધુ તીવ્ર બનશે અને ચોમાસાના વિલંબિત આગમનની ભરપાઈ આગામી 2-3 અઠવાડિયામાં થઈ જશે.
ચોમાસા પર ચક્રવાત બિપરજોયની અસર:હવામાન વિભાગે આ વખતે ચોમાસાના પ્રારંભમાં વિલંબ માટે ચક્રવાતી તોફાન બિપરજોયને જવાબદાર ગણાવ્યું છે. જો કે તેમનું કહેવું છે કે આનાથી ચોમાસાથી વરસાદની માત્રા પર કોઈ અસર નહીં થાય. જોકે ચક્રવાત બિપરજોયે તેની તીવ્રતા ધીમી કરી દીધી છે. આ વાવાઝોડાને કારણે ગુજરાત, ગોવા, કેરળ અને કર્ણાટક પ્રભાવિત થઈ શકે છે. આ રાજ્યોમાં પહેલાથી જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં પોરબંદરથી 930 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. ત્યાંથી તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ જાય છે.
- Marine 11 Signal Information : દરિયાઈ તોફાન દરમિયાન લગાવવામાં આવતા 11 સિગ્નલો શેનો કરે છે દિશાનિર્દેશ?
- Cyclone Biporjoy Update: સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, ડુમસ-સુવાલી બીચ બંધ
- Biparjoy Cyclone: બિપરજોયની અસર નહીં થાય, દરિયાકિનારે હળવા વરસાદથી ચોમાસાની એન્ટ્રી
- Cyclone 'Biparjoy': તસવીર પરથી સમજો ચક્રવાતનું સ્વરૂપ, દિશા અને અસર અંગે