પ્રયાગરાજઃ 27 ફેબ્રુઆરી 1931ના રોજ પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ અંગ્રેજો સામે લડત આપતા શહીદ થયા હતા. બ્રિટિશ સેના સાથેની અથડામણ બાદ ચંદ્રશેખર આઝાદે પોતાની પિસ્તોલની છેલ્લી ગોળી પોતાને જ મારીને આત્મ બલિદાન આપ્યું હતું. જોકે, તે પહેલાં તેમણે પોતાના સચોટ લક્ષ્યથી ઘણા અંગ્રેજ સૈનિકોને ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ બ્રિટિશ સરકારે ચંદ્રશેખર આઝાદની સાથે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 307 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ જ કેસની વિગતો આજે કર્નલગંજ પોલીસ સ્ટેશનના રજિસ્ટર નંબર 8માં નોંધવામાં આવી છે. આ એફઆઈઆરની કોઈ નકલ તો નથી, પરંતુ પોલીસ સ્ટેશનના રજિસ્ટરના આ પાનાઓને પોલીસે સાચવી રાખ્યાં હતાં. કમિશનરી સિસ્ટમ લાગુ થયા બાદ પોલીસ સ્ટેશનોમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો સંભાળીને રાખવાનો નિર્દેશ પોલીસ કમિશનર રમિત શર્માએ આપ્યો હતો. ત્યાર બાદ કર્નલગંજના ઈન્સેપેક્ટર બૃજેશ સિંહે આ અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજને ફ્રેમ કરાવીને પોલીસ મથકમાં લગાવી દીધી છે. જેને હવે અન્ય લોકો પણ જોઈ શકે છે.
Chandrashekhar Azad: પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ સામે અંગ્રેજોની અથડામણ અને શહીદીનાં દસ્તાવેજ આવ્યાં સામે - ચંદ્રશેખર આઝાદની શહીદી
27 ફેબ્રુઆરી 1931ના રોજ પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ અંગ્રેજો સામે લડતા શહીદ થયા હતા. અંગ્રેજો સાથે તેમની અથડામણ અને શહાદતના દસ્તાવેજો સામે આવ્યા છે. ચાલો આ વિશે જાણીએ વિસ્તારથી.
Published : Oct 11, 2023, 2:29 PM IST
આલ્ફ્રેડ પાર્કમાં કરી જોઈ રહ્યાં હતા રાહ:સ્વતંત્રતા ચળવળ દરમિયાન પ્રયાગરાજ સ્વાતંત્ર્ય સેનાનીઓનું કેન્દ્રબિંદુ પણ રહ્યા કરતું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સેનાનીઓ અચુક પ્રયાગરાજમાં આવીને અને સ્વતંત્રતા ચળવળની રૂપરેખા તૈયાર કરતા. એટલું જ નહીં પ્રયાગરાજ તરફથી સ્વાતંત્ર્ય સેનાનીઓને આર્થિક મદદ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન 27 ફેબ્રુઆરી 1931ના રોજ સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક ચંદ્રશેખર આઝાદ પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં તે આલ્ફ્રેડ પાર્કમાં વૃક્ષો વચ્ચે બેસીને તેમના કોઈ મિત્રની રાહ જોઈ રહ્યા હતાં, દરમિયાન કોઈ બાતમીદારે અંગ્રેજોને માહિતી આપી હતી. અને ત્યાર બાદ આ પાર્કને ચારેતરફથી બ્રિટિશ સેનાએ ઘેરી લીધું હતું. અને પછી બ્રિટિશ સૈનિકો અને આઝાદ વચ્ચે ઘણી વાર સુધી સામસામે ગોળીબાર ચાલુ રહ્યો હતો.આ દરમિયાન ચંદ્ર શેખર આઝાદે પોતાની પિસ્તોલના સચોટ નિશાના વડે ઘણા અંગ્રેજોને નિશાન બનાવ્યાં હતાં. તેમની ગોળીથી સતત અંગ્રેજ સૈનિક ઘાયલ થઈ રહ્યાં હતાં. ત્યાર બાદ અંગ્રેજ સેનાએ આઝાદને ચારે તરફથી ઘેરીને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું, જોકે, આઝાદે પણ ધારી લીધું હતું કે, તેઓ જીવતે જીવત તો અંગ્રેજોની પકડમાં નહીં જ આવે. જ્યારે તેમની પિસ્તોલમાં માત્ર એક ગોળી વઘી તો તેમણે એ છેલ્લી ગોળી દેશ માટે આત્મ બલિદાન આપવામાં ઉપયોગ કરવાનો નિર્ણય લીધો અને પોતાના માથામાં ગોળી મારીને શહીદી વ્હોરી લીધી.
અજ્ઞાત સાથી વિરૂધ્ધ પણ અથડામણનો કેસ: ચંદ્રશેખર આઝાગની શહાદત બાદ અંગ્રેજોએ આઝાદ અને તેમના એક અજ્ઞાત સાથી વિરૂધ્ધ કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં અથડામણનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ બ્રિટિશ સેના એ સ્પષ્ટતા ન કરી શકી કે, અથડામણ સમયે આઝાદ સાથે તેમનો કયો સાથી હાજર હતો? જો કે, તે સમયે નોંધાયેલા કેસની નકલ તો આ પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી, પરંતુ તે દિવસની ઘટનાનો ઉલ્લેખ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર નંબર 8માં કરવામાં આવ્યો છે. આઝાદી પહેલા બનેલા આ રજીસ્ટરમાં ઉર્દૂ અને ફારસી ભાષામાં અથડામણની વાત લખવામાં આવી છે. જેના થોડા વર્ષો બાદ અનુવાદકોની મદદથી પહેલા હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.કર્નલગંજ પોલીસ સ્ટેશનના રજીસ્ટરને ઉંઘઈથી બચાવવા માટે હવે તેને સુરક્ષીત સાચવી રાખવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં પોલીસ કમિશનરી સિસ્ટમ લાગુ થયા બાદ પોલીસ કમિશનર રમિત શર્માએ મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવવા અને તેને સુરક્ષિત રાખવા ખાસ સૂચના આપી હતી. આ ક્રમમાં પોલીસ સ્ટેશનના અન્ય દસ્તાવેજો ઉપરાંત ચંદ્ર શેખર આઝાદની શહાદત સાથે સંબંધિત આ મહત્વપૂર્ણ દસ્તાવેજોને કર્નલગંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરન બ્રજેશ સિંહે લાકડાની ફ્રેમમાં મઢાવીને પોલીસ સ્ટેશન મથકની અંદર લગાવાઈ છે, જેથી હવે અહીં આવતા અન્ય લોકો પણ તેને જોઈ શકે છે. બીજી તરફ લોકો પણ પોલીસ ઈન્સ્પેક્ટરના આ પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે.