- કામરેડ્ડીના કુર્તી ગામમાં ડ્રોનનો અદભૂત ઉપયોગ
- 16 મહિનાના બાળકનો જીવ બચાવવામાં ડ્રોન બન્યું ઉપયોગી
- ડ્રોન મારફતે તબીબી સ્ટાફે દવાઓ મોકલાવી બાળકને બચાવ્યું
કામરેડ્ડીઃ કુર્તી ગામમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ગામમાં કોઇ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ન હતી. આવા સમયમાં એક બાળકને ભારે તાવ અને પેટમાં દુઃખાવો થઇ રહ્યો હતો. ગામલોકોએ તાત્કાલિક તબીબી સભ્યોને માહિતી આપી. એ લોકોએ કંઇક નવી રીતે વિચાર્યું અને એ બાળકની જિદગી બચી ગઈ. ડોક્ટરોએ 16 મહિનાના બાળકને ડ્રોન (drone ) મારફતે દવાઓ મોકલાવીને બચાવી લીધું હતું.
ડ્રોન દ્વારા દવાઓ મોકલવામાં આવી
કામરેડ્ડી જિલ્લાના (Kamareddy district ) પિતલમ મંડળનું કુર્તી ગામ છેલ્લા પાંચ દિવસથી પાણીમાં ફસાઈ ગયું છે. ભારે વરસાદના પગલે મંજીરા નદીના પુલ ઉપરથી પાણી વહે છે ત્યારે ગામમાં જવાનો કોઈ રસ્તો બચતો નથી. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ સમયે કન્નૈયા નામનું 16 મહિનાનું બાળક ભારે તાવ અને પેટના દુઃખાવાથી પીડાતું હતું. તેની હાલતને લઇને પરિવારના સભ્યોએ ગ્રામજનો મારફત ઝોનલ મેડિકલ ઓફિસરને જાણ કરી હતી.