ઉતર પ્રદેશગોંડા જિલ્લામાં એક તબીબનું શરમજનક કૃત્ય (Shameful act of doctor ) સામે આવ્યું છે. ખરગુપુર પોલીસસ્ટેશન વિસ્તારના બિશુનાપુરમાં, એક મહિલા તેની સારવાર માટે આવી. સારવાર દરમિયાન ડોક્ટર મહિલા દર્દીને ઈન્જેક્શન આપવાના બહાને રૂમની અંદર લઈ ગયો હતો. જ્યાં તબીબ દ્વારા મહિલાની ગંભીરછેડતી કરવામાં આવી હતી. છેડતીનો અશ્લીલ વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ પીડિત મહિલાના પતિએ સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગોંડામાં સારવાર દરમિયાન મહિલા પર ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો, ડોક્ટરની ધરપકડ
ઉતર પ્રદેશ ગોંડામાં ડૉક્ટર દ્વારા સારવાર દરમિયાન મહિલા પર દુષ્કર્મનો (Shameful act of doctor ) મામલો સામે આવ્યો છે. પોલીસે પીડિતાના પતિની ફરિયાદ પર કેસ નોંધીને આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.તબીબ દ્વારા મહિલાની ગંભીર છેડતી (Doctor rapes woman during treatment in Gonda) કરવામાં આવી હતી. છેડતીનો અશ્લીલ વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ પીડિત મહિલાના પતિએ સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
જાણો શું છે સમગ્ર મામલોગુરુવારે સવારે ખરગુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી એક મહિલા સારવાર માટે બજારમાં સ્થિત એક ડૉક્ટર પાસે ગઈ હતી. ડૉક્ટરે મહિલાને જોઈને દવા આપી. આ પછી, તે મહિલાને ઇન્જેક્શન આપવાના બહાને તેને તેના ક્લિનિકના ઇન્જેક્શન રૂમમાં લઈ ગયો. વીડિયોમાં પીડિત મહિલા ઈન્જેક્શન રૂમમાં થોડો સમય બેઠી હતી. પછી થોડી વાર પછી ડોક્ટર ઈન્જેક્શન લઈને આવે છે. મહિલાને બેંચ પર સૂવાનું કહે છે. જ્યારે મહિલા બેન્ચ પર સૂઈ જાય છે, ત્યારે ડૉક્ટર ઈન્જેક્શન આપવા માટે મહિલાની આખી સાડી ઉથલાવી દે છે. ઈન્જેક્શન આપ્યા બાદ તે તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે. ડોક્ટરનું આ કૃત્ય તેના ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.
હોસ્પિટલમાં મોકલી સારવાર કરાવ્યા બાદ મહિલાએ તેના પતિને ડોક્ટરે કરેલા આ કૃત્ય વિશે જણાવ્યું. આ અંગે મહિલાના પતિએ ખરગુપુર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ કરવા માટે સીસીટીવી ચેક કર્યા તો ડોક્ટરનું ઘૃણાસ્પદ કૃત્ય જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તરત જ ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો અને મહિલાને તપાસ માટે હોસ્પિટલમાં મોકલી. સાથે જ વહીવટી તંત્ર દ્વારા ઉતાવળમાં ડોક્ટરનું ક્લિનિક સીલ કરી દેવામાં આવ્યું હતું. તે જ સમયે સીઓ સિટી લક્ષ્મીકાંત ગૌતમે જણાવ્યું હતું કે, આરોપી તબીબ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને તેને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.