અમદાવાદ:પાંચ ટ્રેડિંગ સેશનના ગાળામાં અદાણી જૂથની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો અને તેમની સંયુક્ત માર્કેટ મૂડીમાંથી રૂ. 7 લાખ કરોડથી વધુની ખોટ કરી હતી. યુએસ સ્થિત શોર્ટ સેલરના રિપોર્ટને લઈને ઘણી ચિંતાઓથી અદાણીના સામ્રાજ્ય વીખરાવવાની શરૂઆત થઇ છે. બુધવારના ટ્રેડિંગ બંધ થતાં અદાણી જૂથની તમામ કંપનીઓ નેગેટિવ ટેરેટરીમાં સ્થિર થઈ હતી અને ત્રણ કંપનીઓના શેર તેમની સૌથી નીચી કિંમતે પહોંચી ગયા હતા. સૌથી વધુ ફટકો અદાણી એન્ટરપ્રાઇઝના શેરને થયો હતો. BSE પર તે 28.45 ટકા ઘટીને રૂ. 2,128.70 પર બંધ રહ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઈઝે FPO રદ કર્યો:અદાણી એન્ટરપ્રાઇઝિસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે, 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'
ગ્રુપ શેરોમાં ઘટાડો:દરમિયાન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 19.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ અંબુજા સિમેન્ટ્સ 16.56 ટકા અને ACC સિમેન્ટ્સમાં 6.34 ટકા, અદાણી ટોટલ ગેસમાં 10 ટકાના ઘટાડા સાથે અદાણી ગ્રીન એનર્જી 5.78 ટકા ઘટી હતી. અદાણી વિલ્મર 4.99 ટકા, NDTV 4.98 ટકા, અદાણી પાવર 4.98 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 2.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
38 ટકાનો ઘટાડો:બજારના આંકડા 24 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગના અંતે માર્કેટ વેલ્યુએશનની સમકક્ષ આશરે 38 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, જે દિવસે હિંડનબર્ગ રિસર્ચે તેનો અદાણી રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. અદાણી જૂથના શેરોએ (અંબુજા, એસીસી અને એનડીટીવી સહિત) છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રૂ. 7 લાખ કરોડથી વધુ અથવા તેમની સંયુક્ત માર્કેટ કેપના લગભગ 38 ટકા ગુમાવ્યા છે.
અંબાણીએ અદાણીને પાછળ છોડ્યા: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ગૌતમ અદાણીને પાછળ છોડીને ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. પહેલા ગૌતમ અદાણી દેશના સૌથી ધનિક બિઝનેસમેન (Richest Indian) હતા. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર નેટવર્થના મામલે મુકેશ અંબાણીએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે.
હિન્ડેનબર્ગ રિપોર્ટ:હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ રૂ. 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે આવેલા આ FPOને પ્રથમ દિવસે માત્ર એક ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સામે કદાચ વ્યવસાયિક જીવનનો સૌથી મોટો પડકાર છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વેપાર જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિવિધ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. જોકે, ગૌતમ અદાણીના જીવનમાં આ પહેલા પણ ઘણી વખત પડકારો જોવા મળ્યા છે. હિંડનબર્ગના અહેવાલમાં અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ત્યારથી અદાણી જૂથની કંપનીઓને શેરબજારોમાં ભારે નુકસાન થયું છે. અહેવાલમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથને છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરના ભાવની હેરાફેરીમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.