- ધનતેરસને કહેવામાં આવે છે ધનત્રયોદશી
- ભગવાન ધન્વંતરીએ લીધો હતો અવતાર
- વાસણો, સોનું-ચાંદી અને વાહનો ખરીદવા શુભ
ધનતેરસની સાથે જ દિવાળી (Diwali)નો 5 દિવસનો તહેવાર શરૂ થાય છે. દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિના દિવસે ધનતેરસ (Dhanteras)નો તહેવાર ઉજવવામાં આવે છે. આ ખૂબ જ ખાસ અને શુભ સમય છે. ધનતેરસને દિવસભર ગમે ત્યારે ખરીદી કરવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરેણાં, વાસણો, સોનું, ચાંદી, વાહનો, કપડાં વગેરે જેવી વસ્તુઓ ખરીદે છે.
ભગવાન ધન્વંતરીએ અવતાર લીધો હતો
માન્યતાઓ અનુસાર, ભગવાન ધન્વંતરી (Bhagvan Dhanvantri)એ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ તબીબી વિજ્ઞાનને ફેલાવવા માટે અવતાર લીધો હતો, તેથી જ આ તહેવારને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરી તબીબી વિજ્ઞાનના પ્રમુખ દેવતા છે.
દેવી લક્ષ્મીની અને કુબેરની કરવામાં આવે છે પૂજા
માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજાની સાથે દેવતાઓના ખજાનચી કુબેરની પૂજા કરવાનો પણ નિયમ છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. દીપાવલીની પૂજા માટે આ દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ ઘરમાં લાવવી જોઈએ.
અકાળ મૃત્યુથી બચવા દીવો પ્રગટાવવો જોઇએ
ધનત્રયોદશીના દિવસે સાંજે દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. પરિવારમાં અકાળ મૃત્યુથી બચવા માટે ધનતેરસના દિવસે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે, તેને યમ દીપક કહેવામાં આવે છે. આ દીવો યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.
ધનત્રયોદશીના દિવસે મહત્વના સમય અને મુહૂર્ત
દિવસ - મંગળવાર, 02 નવેમ્બર
સૂર્યોદય - 06:33 AM
સૂર્યાસ્ત - 05:47 PM
તારીખ - ત્રયોદશી, સવારે 11:31થી 03 નવેમ્બર સવારે 09:02 સુધી.
અભિજીત (Abhijit Muhurta) મુહૂર્ત - સવારે 11:55થી બપોરે 12:33 વાગ્યા