ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Opposition Meeting: સોમવારે વિપક્ષી પક્ષોની બીજી બેઠક, 2024ની ચૂંટણીમાં સાથે મળીને આપશે મુકાબલો ? - 2024ની લોકસભા ચૂંટણી

સોમવારે નવી દિલ્હીમાં વિપક્ષી પક્ષોની બીજી બેઠક યોજાવા જઈ રહી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને આ બેઠકનું આયોજન કર્યુ છે. વિશ્લેષકો એવું પણ માને છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવીને ભાજપનો એકસાથે સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે.

Opposition Party Meeting:
Opposition Party Meeting:

By

Published : Apr 2, 2023, 9:55 PM IST

નવી દિલ્હીઃડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને સોમવારે વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં કેટલાક નેતાઓ ઓનલાઈન દ્વારા ભાગ લેશે.

વિપક્ષની બીજી બેઠક:રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાને તેમના પ્રતિનિધિઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તેલંગાણાના સીએમ કેસીઆર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.

એમકે સ્ટાલિને બોલાવી બેઠક:આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહ, BRS તરફથી કેશવ રાવ અને TMC તરફથી ડેરેક ઓ બ્રાયન સામેલ થશે. થોડા દિવસો પહેલા ડીએમકે ચીફ સ્ટાલિનના 70માં જન્મદિવસ પર તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એકઠા થયા હતા. ડીએમકેએ પણ મીડિયાને નિવેદન આપ્યું છે કે આ બેઠકનો કોઈ રાજકીય ઈરાદો નથી. તેમના કહેવા મુજબ સામાજિક ન્યાયને લઈને બેઠક બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો:Karnataka Election: કર્ણાટકમાં SC સમુદાય પર ભાજપની નજર, 17 ટકા અનામત સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ

અનેક રાજ્યોના મુખ્યપ્રધાન રહેશે હાજર:આરજેડીના તેજસ્વી યાદવ, સપાના અખિલેશ યાદવ, એનસીના ફારૂક અબ્દુલ્લા, સીપીએમના સીતારામ યેચુરી અને સીપીઆઈના ડી રાજા આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. બીજેડીના સસ્મિત પાત્રા અને વાયએસઆરના એ સુરેશ પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ બેઠકમાં એનસીપી અને શિવસેના પણ ભાગ લઈ શકે છે. જો કે, બીજેડી અને વાયએસઆર વતી કહેવામાં આવ્યું છે કે સામાજિક ન્યાયના મુદ્દાઓ બેઠકમાં નહીં આવે. તેમના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:Sadhvi Prachi : સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધીને મંદબુદ્ધિ કહ્યા, નહેરુની બીમારી અંગે કોંગ્રેસને પૂછ્યા પ્રશ્નો

વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર: કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે બીજેડી અને વાયએસઆરએ હજુ સુધી તેમનું રાજકીય વલણ સ્પષ્ટ કર્યું નથી. આ બંને પક્ષોના નેતાઓના ભાજપ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે અને અનેક પ્રસંગોએ આ બંને પક્ષોએ સરકારને સમર્થન પણ આપ્યું છે, તેથી આ બેઠકમાં આ પક્ષોની ભાગીદારી અનેક રાજકીય અસરો કરી શકે છે. વિશ્લેષકો એવું પણ માને છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવીને ભાજપનો એકસાથે સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details