- PMએ દેશવાસીઓને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી
- ગૃહપ્રધાન અમિત શાહે દિવાળીની શુભેચ્છા પાઠવી
- કોઈપણ ભેદભાવ વિના દરેકને પ્રકાશ આપે ઃ રાહુલ ગાંધી
દિલ્હીઃ દેશભરમાં આજે રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાજનેતાઓ દ્વારા દેશવાસીઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આ અવસર પર દેશવાસીઓને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.
ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ...
આ પ્રસંગે તેમની શુભકામનાઓ આપતાં ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) કહ્યું કે પ્રકાશથી લોકોના જીવનમાં નવી ઉર્જા લાવવી જોઈએ. શાહે ટ્વીટ કર્યું કે- બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશ અને ખુશીનો આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા, પ્રકાશ, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે પ્રકાશિત કરે.