નવી દિલ્હીઃ બે વર્ષ બાદ દેશવાસીઓ અનોખા ઉત્સાહ (Diwali Celebration India 2022) અને આનંદ સાથે ઉજાશના પર્વની ઉજાણી કરી રહ્યા છે. દિવાળી પર આ વખતે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંપરા અને પ્રેમના અવસર એવા દિવાળીમાં રંગોની રંગોળીથી રોશની સુધી એક અનોખી ઊર્જાને ભરી લોકો શ્રદ્ધા અને લાગણી સાથે દિવાળીપર્વ ઉજવી રહ્યા છે. દરેક દેશવાસીઓ પોતાના સગાસંબંધી અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ યાદીમાં દેશના રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી (PM Modi Diwali Wishes)એ પણ દેશનાવીઓને હેપી દિવાળી કહ્યું છે. એમના ટ્વિટર પર એક પોસ્ટ મૂકવામાં આવી છે.
રાષ્ટ્રપતિની શુભેચ્છાઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ટ્વીટર પોસ્ટ પર લખ્યું કે, દેશવાસીઓને દિવાળીની શુભકામના. પ્રકાશ અને ઉત્સાહના આ પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. આ મહાપર્વ પર હું તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.
મોદીએ શુભેચ્છા પાઠવી: PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીનેદિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશનું આ પર્વ દરેકના જીવનમાં ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના. આશા છે કે, આ બધા લોકોની દિવાળી પરિવાર અને મિત્રો સાથે અદ્ભુત હોય. આ તહેવાર પર મા લક્ષ્મી, સરસ્વતી, કુબેર અને કાલી માતાની પૂજા કરવામાં આવે છે.
શાહે શુભેચ્છા પાઠવી:ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ દરેકના જીવનમાં સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. અમિત શાહે પોતાના ટ્વિટર પોસ્ટ પર હિન્દીમાં શુભેચ્છા પાઠવી છે. આ સાથે એનિમેશન વાળો એક વીડિયો પર શેર કર્યો છે.
રાષ્ટ્રપતિ, PM સહિતના દિગ્ગજોએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
દેશમાં દિવાળીઃ ભારત દેશમાં દિવાળીનું પર્વ એટલે પરંપરાઓનો પ્રકાશ અને ધાર્મિક રીત રીવાજનો શંભુમેળો. દરેકને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેતા આ તહેવારમાં દરેક રાજ્યની એક વિવિધતાના દર્શન થાય છે. દુનિયા ભલે ડિજિટલ બની ગઈ પણ પરંપરા અને ધાર્મિક રીત રીવાજોનું અસ્તિત્વ હજુ પણ યથાવત રહ્યું છે. આસો મહિનાની અમાસની રાત્રે દિવાળી ઉજવાય છે. જેને વર્ષની અંધારી રાત કહેવાય છે. વારાણસીમાં ગંગા ઘાટ પર દિવાળી પર્વ પર વિશેષ આરતી કરવામાં આવે છે. અહીં દેવી અને દેવતાઓએ સ્નાન કર્યું હોવાની માન્યતાઓ છે. કારતક માસની અમાસના દિવસે હિમાચલ પ્રદેશના આદિવાસી સમુદાય દિવાળી મનાવે છે. જ્યારં પંજાબમાં આવેલા અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં લાખોની સંખ્યામાં દીવા મૂકીને દિવાળી ઉજવાય છે. દીવાના અજવાશમાં આ મંદિર જાણે સોનાથી ઝગમગતું હોય એવો નજારો જોવા મળે છે. જ્યારે ઓડિશાના પુરીમાં પુર્વજોને યાદ કરીને દિવાળી ઉજવાય છે. જ્યાં દિવાળીના અવસર પર શણ પ્રગટાવીને ઉજાણી થાય છે.