ન્યૂઝ ડેસ્ક: આપણા દેશમાં દિવાળી (Diwali Celebration 2022) નો તહેવાર પૂર્વથી પશ્ચિમ અને ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં અલગ અલગ રીતે ઉજવવામાં (Diwali in different states of India) આવે છે. તહેવારોના દેશમાં દરેક તહેવારોની જેમ, દિવાળી પણ ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે રસપ્રદ રીતે ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને પોતાના રીતિ રિવાજો અને પરંપરાઓ અનુસાર ઉજવે છે. ઘણી જગ્યાએ સ્વચ્છતા અને શણગાર સાથે, ઘણી જગ્યાએ લક્ષ્મી ગણેશની પૂજા કરીને ઉજવણી કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ તહેવાર ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
અલગ ભાગોમાં દિવાળી:દિવાળીનો તહેવાર દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ રિવાજો અને માન્યતાઓની અસર દર્શાવે છે. તો ચાલો ETV ભારત સાથે જાણવાનો પ્રયાસ કરીએ કે, દેશના અલગ અલગ ભાગોમાં દિવાળીની ઉજવણીની પરંપરા કેવી છે.
હિન્દીભાષી રાજ્યોમાં દિવાળી :આપણા દેશના 10 હિન્દીભાષી રાજ્યોમાં ઘર અને વ્યવસાયિક (Diwali in Hindi speaking states) સંસ્થાઓની સફાઈ, ચિત્રકામ અને લક્ષ્મી ગણેશની પૂજા કરીને તેમજ આસપાસના ઘરોમાં મીઠાઈઓ અને ભેટોનું વિતરણ કરીને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીંના લોકો માને છે કે, લંકામાં ભગવાન શ્રીરામના વિજય પછી ઉજવવામાં આવતો તહેવાર છે. આ દિવસે લોકો લક્ષ્મી, ગણેશની નવી મૂર્તિઓ તેમના ઘરો અને ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓમાં લાવે છે અને તેમની પૂજા કરે છે.
વારાણસીમાં દિવાળી : આ ઉપરાંત વારાણસીમાં ગંગા ઘાટ અને અયોધ્યામાં (Diwali in Varanasi) સરયુના કિનારે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં સરયુ નદિના કિનારે દિવાળીના દિવસે, જ્યારે વારાણસીમાં દેવ દિવાળીના દિવસે લાખો દીવાઓ શણગારવામાં આવે છે. આ દિવસોમાં નદીઓના કિનારે વસેલા આ બે શહેરોની સુંદરતા જોવા મળે છે.
પશ્ચિમ બંગાળમાં દિવાળી: પશ્ચિમ બંગાળમાં દિવાળીના દિવસે કાલી પૂજા અથવા (Diwali in west Bengal) શ્યામા પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે દેવી મહાકાળી માતાને હિબિસ્કસ ફૂલોથી શણગારવામાં આવે છે અને મંદિરો અને ઘરોમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તો મહાકાળી માતાને મીઠાઈ, કઠોળ, ચોખા અને માછલી પણ અર્પણ કરે છે અને પછી તેને પ્રસાદ તરીકે સ્વીકારે છે. આ સાથે માહાકાળી માતાની પૂજાની એક રાત પહેલા બંગાળના લોકો તેમના ઘરોમાં 14 દીવાઓ પ્રગટાવીને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે ભૂત ચતુર્દશીની વિધિ પણ કરે છે.
ઓડિશામાં દિવાળી: ઓડિશામાં દિવાળીના અવસરે, લોકો કૌરિયા કાઠી (Diwali in Odisha)નામની પરંપરાનું પાલન કરે છે. તે એક સ્થાનિક ધાર્મિક વિધિ છે, જેમાં લોકો સ્વર્ગમાં તેમના પૂર્વજોની પૂજા કરે છે. તેઓ તેમના પૂર્વજોને બોલાવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શણની લાકડીઓ બાળે છે. દિવાળી દરમિયાન ઉડિયા લોકો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવી મહાકાળી માતાની પણ પૂજા કરે છે.