નવી દિલ્હી: માનહાનિ કેસમાં સુરત કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી છે. સાંસદ તરીકે તેમની ગેરલાયકાતના થોડા દિવસો બાદ લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફાળવેલ સરકારી બંગલો ખાલી કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો:OPPOSITION MEETING: વિપક્ષી દળોની બેઠકમાં TMC સામેલ, BJP માટે ખતરો..!
સરકારી બંગલો ખાલી કરવા નોટિસ: સામે આવેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય રાજધાનીમાં 12, તુગલક લેન 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને જગ્યા ખાલી કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. પાર્ટીએ આ મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તે આ મામલે કાયદાકીય અને રાજકીય રીતે લડશે.