શ્રીનગર: કાશ્મીરમાં આતંકવાદીઓએ મંગળવારે કુલગામમાં સ્કૂલ ટીચર રજની કુમારી બાલાની હત્યા (Murder Teacher In Kulgam) કરી નાખી. તે મૂળ સામ્બા જિલ્લાની હતી. તાજેતરના દિવસોમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ (Incidents Of Target Killing) બાદ રાજ્યમાં રહેતા લઘુમતી હિન્દુઓની ચિંતા વધી છે.
આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે
કાશ્મીરી પંડિત સમુદાયના લોકોએ ધમકી આપી : કાશ્મીરી પંડિત સમુદાયના લોકોએ સામૂહિક રાજીનામાની ધમકી આપી છે. હવે રાજ્ય સરકારે તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી આવા કર્મચારીઓની યાદી મંગાવી છે, જેમનું ઘર જમ્મુમાં છે, પરંતુ તેઓ કાશ્મીર ખીણમાં પોસ્ટેડ છે. પ્રાંત કમિશનરની કચેરી દ્વારા જારી કરાયેલી સૂચનાઓમાં તમામ સરકારી વિભાગોને વહેલી તકે કર્મચારીઓની યાદી અને વિગતો આપવા જણાવાયું છે.
કિલિંગનો શિકાર બનેલી શિક્ષિકા રજની : પોલીસના જણાવ્યા અનુસાર ટાર્ગેટ કિલિંગનો શિકાર બનેલી શિક્ષિકા રજની બાલા સાંબાની રહેવાસી હતી, પરંતુ તેની પોસ્ટિંગ કુલગામની શાળામાં હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રીનગર જિલ્લાના ઇદગાહમાં એક સરકારી શાળામાં શિક્ષક દીપક ચંદની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. દીપક ચંદ જમ્મુનો રહેવાસી હતો અને શ્રીનગરની એક સ્કૂલમાં પોસ્ટેડ હતો. આ સિવાય આતંકવાદીઓએ શ્રીનગરના અલ્ચી બાગમાં રહેતી સ્કૂલના પ્રિન્સિપાલ સંપિન્દર કૌરની પણ હત્યા કરી હતી.
આ પણ વાંચો:બારામુલ્લામાં જવાનોએ આટલા આતંકવાદીઓ કર્યા ઠાર, એક જવાને વહોરી શહીદી
લઘુમતી હિન્દુ સમુદાયમાં ગુસ્સો વધ્યો : આ વર્ષે અત્યાર સુધીમાં 17 નાગરિકોએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં સૂચિબદ્ધ જાતિ વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં 8 ટકા અનામત આપવામાં આવે છે. આ અંતર્ગત તેમને કાશ્મીરના જિલ્લાઓમાં તૈનાતી મળે છે, પરંતુ તાજેતરના દિવસોમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટના બાદ લઘુમતી હિન્દુ સમુદાયમાં ગુસ્સો વધી રહ્યો છે. તે સરકાર પાસે કાશ્મીરની બહાર નોકરી આપવાની માંગ કરી રહ્યો છે.