ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાસુએ જમાઇને અન્નકુટ ધર્યો, 125 જેટલી સ્વાદિષ્ટ મીઠાઈઓ જમાડી

વિશાખાપટ્ટનમમાં(Visakhapatnam) એક પરિવારે દશેરા ઉપર સાસુએ પોતાન જમાઇ માટે 125 વાનગીઓ બનાવી હતી. જેને જોઇને જમાઇને પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. છોકરો સોફ્ટવેર એન્જિનિયર છે. તેમના લગ્ન આવતા વર્ષે માર્ચમાં થશે.

By

Published : Oct 7, 2022, 3:55 PM IST

સાસુએ જમાઇ માટે બનાવી એવી વાનગી કે જમાઈને લાગી નવાઇ
સાસુએ જમાઇ માટે બનાવી એવી વાનગી કે જમાઈને લાગી નવાઇ

વિશાખાપટ્ટનમ-આંધ્ર પ્રદેશઃકોઈ પણ પરિવારમાં જમાઈની આગતાસ્વાગતા અનોખી રીતે કરવામાં આવતી હોય છે. એની દરેક જરૂરીયાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એને કોઈ રીતે મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરાય છે. પણ આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ મહાનગરમાંથી એક અનોખો કહી શકાય એવી કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાસુએ પોતાના જમાઈ માટે મિષ્ટાનનો અન્નકુટ તૈયાર કર્યો.વિશાખાપટ્ટનમમાં એક પરિવારે તેમના ભાવિ જમાઈને દશેરાપર 125 સ્વાદિષ્ટ વાનગીઓથી સજાવેલી થાળી પીરસીને આશ્ચર્યચકિત કરી દીધા. છોકરો સોફ્ટવેર એન્જિનિયર છે. તેમના લગ્ન આવતા વર્ષે માર્ચમાં થશે.

દશેરામાં અનોખો કિસ્સો શ્રીંગાવરપુકોટા(Srungavarapukota City) શહેરના સોફ્ટવેર એન્જિનિયરકપુગંતી ચૈતન્યની સગાઈ વિશાખાપટ્ટનમની નિહારિકા સાથે થઈ છે. તેઓએ આવતા વર્ષે 9 માર્ચે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. સગાઈ પછીનો આ પહેલો તહેવાર હતો એટલે જમાઈને દશેરાના તહેવારમાં બોલાવવામાં આવ્યા.

જમાઈને લાગી નવાઇટેબલ પર રાખેલા વાસણો જોઈને જમાઈને નવાઈ લાગી. 125 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી. આ જોઈને જમાઈ ખુશ થઈ ગયા. તેણે ટિપ્પણી કરી કે તેને આ વિશાળ તહેવારની અપેક્ષા નહોતી. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે 95 વસ્તુઓ બહારથી ખરીદી હતી, જ્યારે અન્ય તમામ વસ્તુઓ ઘરે બનાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details