- તાલિબાન અને RSSને દિગ્વિજય સિંહે ગણાવ્યા એક જેવાં
- RSS અને તાલિબાનના મહિલાઓને લઇને વિચારો એકસમાન હોવાનું કહ્યું
- કેન્દ્ર સરકારને તાલિબાનને લઈને વલણ સ્પષ્ટ કરવા કહ્યું
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારના દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલિબાનની મહિલાઓને લઇને વિચારધારા એક સમાન છે.
દિગ્વિજય સિંહે કર્યું ટ્વીટ
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'તાલિબાનનું કહેવું છે કે મહિલાઓ મંત્રી બનવા લાયક નથી. મોહન ભાગવતે કહ્યું કે, મહિલાઓએ ઘરે રહેવું જોઇએ અને ઘરની દેખભાળ કરવી જોઇએ, શું આ બંને એકસરખી વિચારધારા નથી?'
ભારત સરકારને તાલિબાન મામલે વલણ સ્પષ્ટ કરવા કહ્યું
દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, 'મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવું પડશે કે શું ભારત તાલિબાન સરકારને માન્યતા આપશે, જેમાં જાહેર કરવામાં આવેલા આતંકવાદી સંગઠનના સભ્યો મંત્રી છે?'