- ભારત દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 77 મિલિયન થઈ
- દરેક વર્ગમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું, બાળકો માટૈ સૌથી જોખમી
- 1980થી લઈ 2014 સુધી ડાયાબિટીસના દર્દી 314 મિલિયન વધ્યા
ન્યૂઝ ડેસ્કઃ મોટા વડીલોની બીમારી કહેવાતું ડાયાબિટીસ હવે ઉંમર અને વર્ગ નથી જોઈ રહ્યો. હવે તો દરેક ઉંમર દરેક વર્ગના લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. આંકડાઓનું માનીએ તો આપણા દેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ડાયાબિટીસના સૌથી વધારે 4 લાખ દર્દી છે. જોકે અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં આ આંકડા સૌથી ઓછા એટલે કે માત્ર 200 જ છે, પરંતુ દેશમાં સંયુક્ત રૂપથી ડાયાબિટીસના આંકડામાં સતત થતો વધારો એ એક ચિંતાનો વિષય છે. ટાઈપ 1 હોય કે ટાઈપ 2, ડાયાબિટીસના વધતા મામલાને જોઈને તેને મહામારીથી ઓછું ન આંકી શકાય.
બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ હવે વધી રહ્યું છે અને આના કારણો જાણવા માટે ETV Bharat સુખીભવઃ ટીમે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલના એફસીપી વિભાગના એમડી, ફિઝિશિયન તથા ડાયબિટોલોજિસ્ટ ડો. દિલીપ નંદામૂરી સાથે વાત કરી હતી.
ડાયાબિટીસમાં વધારો થવાના કારણોઃ
- ડાયાબિટીસ થવા માટે એક કારણને જવાબદાર ન માની શકાય. ડો. દિલીપે જણાવ્યું, આ રોગ થવાથી અને વધવાની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય અને જીવનશૈલી બંનેથી જોડાયેલા છે.
- જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનું સેવન એ ડાયાબિટીસના જોખમને ઘણું વધારી દે છે. કારણ કે, તેમાં ખાંડ અને સેચ્યૂરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે. જે ફ્કત ડાયાબિટીસ નહીં પરંતુ મેદસ્વીપણાના જોખમને પણ વધારે છે.
- ઘણી વાર આળસ અને તણાવયુક્ત જીવનશૈલી કે જેમાં શિસ્ત અને વ્યાયામનો અભાય હોય તો તે પણ ડાયાબિટીસનું એક મહત્ત્વનું કારણ બની જાય છે.
- જો પરિવારમાં ડાયાબિટીસનો ઈતિહાસ હોય એટલે કે પરિવારમાં પેઢી દર પેઢી કોઈને કોઈને ડાયાબિટીસનો રોગ હોય તો પણ આ બીમારી થઈ શકે છે.
બાળકોમાં ડાયાબિટીસ
- બાળકોમાં વધતા ડાયાબિટીસના કેસ વિશે ડો. દિલીપે જણાવ્યું, અત્યાર સુધી બાળકોમાં મોટા ભાગે ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ કોઈ પ્રકારનું સંક્રમણ અથવા બીમારી અને તેના પરિણામ સ્વરૂપ પેંકરિયાસ સેલ તથા ઈંસુલિનના ઉત્પાદન પર અસર થાય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટીસના મામલામાં ઘણો વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ ફાસ્ટ લાઈફ અને ફાસ્ટ ફૂડ એટલે કે અસ્તવ્યસ્ત જીવનશૈલી અને ખાવા પીવાના અસંતુલિત અને અસ્વસ્થ આદતો છે. આ ઉપરાંત બાળકો દોડવા ભાગવાવાળી રમતની જગ્યાએ એક જ જગ્યા પર બેસીને કમ્પ્યૂટર કે મોબાઈલમાં રમવાનું વધારે પસંદ કરે છે. એટલે વ્યાયામ થતો નથી. આ તમામ આદતો ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ છે.
જીવન પર ભારી પણ પડી શકે છે ડાયાબિટીસ