- બ્રિટિશરોના લાંબા શાસનકાળમાં અનેક ક્રાંતિવીરોએ લડત આપી હતી
- દેશની સ્વતંત્રતા ખાતર જીવ આપનાર પૂર્ણિયાના બાળ ક્રાંતિવીર ધ્રુવ કુંડુ
- ફક્ત 13 વર્ષની વયમાં બ્રિટિશરોને ભોં ભારે પાડનાર શહીદ ક્રાંતિવીર
કટિહાર (બિહાર): આપણી આઝાદીની લડાઈ ખૂબ કઠિન લડાઈ હતી. અંગ્રેજોએ આપણી ભૂમિ પર પર એકહથ્થુ લાંબા સમય સુધી શાસન કર્યું. જેની સામે લડત આપતાં નાયકો પણ ઊભાં થયાં. શું નથી થયાં? આ ઇતિહાસમાં અનેક નાયકો સુવર્ણાક્ષરે મંડિત થયેલાં છે. પરંતુ કેટલાક એવા વીર તારલીયા પણ છે જેમનું નામ આઝાદીની ચળવળના ઇતિહાસમાં ગુમનામ પણ રહ્યું છે. ઘણાં દેશનાયકોના પ્રદાનને દુનિયા જાણે છે તો કેટલાકનું એવું જ પ્રદાન હોવા છતાં તેમની પર પ્રકાશ પડ્યો નથી. આ વાત ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ સાચી છે. તે લોકો માટે જેમણે સમાન રીતે કઠિન લડત આપી, પરંતુ ક્યારેય પ્રસિદ્ધિનો શેરડો તેમના પર પડ્યો નહીં. કારણ કે તેઓએ એવી ખેવના પણ ન હતી. તેમનું એકમાત્ર ધ્યાન ભારતની ભૂમિને 'સ્વતંત્ર' જોવાનું હતું. એવા જ એક ક્રાંતિકારી છે બિહારના પૂર્ણિયા જિલ્લાના યુવાન ધ્રુવ કુંડુ. આ બાળ ક્રાંતિવીરે બ્રિટિશરોના નાક નીચે તાપણું કર્યું હતું.
બાળકવયમાં પણ રાષ્ટ્ર પ્રત્યે જોમભર્યો પ્રેમ
ધ્રુવ કુંડુ સ્મારક નિર્માણ ચળવળના વડા ગૌતમ વર્માએ કહ્યું કે, “બહાદુરી અને ક્ષમતા સાથે, તેમણે શકિતશાળી અંગ્રેજો સામે નિર્ભયતાથી લડ્યાં હતાંધ્રુવ કુંડુ એક ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્ર પ્રત્યેના જુસ્સા અને પ્રેમના કારણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે સાબિત કરી દીધું હતું કે પોતાની માતૃભૂમિને પ્રેમ કરવા માટે ઉંમર કોઈ અવરોધ નથી.“ અંગ્રેજો સામે નિર્ભય થઈને લડનાર ધ્રુવે સામર્થ્યશાળી બ્રિટિશરોના નાકે દમ લાવી દીધો હતો.
કટિહારના સબ-રજિસ્ટ્રારની ઓફિસ તબાહ કરી દીધી