ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફૂડ ડિલિવરી કરવા માટે હવે રોબોટ દરવાજો ખખડાવશે,દેશનો પહેલો પાર્સલ કેરી રોબો તૈયાર - રોબોટિ્કસ

જે સોસાયટીઓમાં ફૂડ ડિલિવરી બોયને (Food Delivery Boy) જવા દેવામાં નથી આવતા એ જગ્યાએ ફૂડ ડિલિવર (Food Delivery Rorbot) કરવા માટે એક નવો અભિગમ તૈયાર કરાયો છે. જ્યાં ડિલિવરી બોય વગર જ ફૂડ (Food Delivery in Hyderabad) ડિલિવરી થશે. આ માટે કંપનીએ પહેલા તબક્કામાં બે મહત્ત્વના રોબોટ (Deera Robot in Hyderabad) પર ભરોસો વ્યક્ત કર્યો છે.

ફૂડ ડિલિવરી કરવા માટે હવે રોબોટ દરવાજો ખખડાવશે,દેશનો પહેલો પાર્સલ કેરી રોબો તૈયાર
ફૂડ ડિલિવરી કરવા માટે હવે રોબોટ દરવાજો ખખડાવશે,દેશનો પહેલો પાર્સલ કેરી રોબો તૈયાર

By

Published : Jun 24, 2022, 3:47 PM IST

હૈદરાબાદ: હૈદરાબાદમાં નવા ફૂડ ડિલિવરી રોબોટ (Deera Robot in Hyderabad) આવી રહ્યા છે. આ રોબોટ્સ ગેટેડ કોમ્યુનિટી અને એપાર્ટમેન્ટ્સમાં ફૂડ માટેની સેવાઓ (Food Delivery Service Rorbot) પૂરી પાડશે. હવે ડિલિવરી બોયની જગ્યાએ આ રોબોટ પણ કામ કરી શકે છે. લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી આ રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું નામ ધીરા (Deera Robot in Hyderabad) રોબો છે.

આ પણ વાંચોઃRain in Rajkot : વરસાદથી ખેડૂતો ખુશ પણ પશુઓની અવદશા

પહેલો પ્રયોગ હૈદરાબાદમાંઃ દેશમાં પહેલીવાર હૈદરાબાદમાં ધીરા રોબોટનો પહેલી વખત ઉપયોગ કરાયો છે. સ્વિગી, ઝોમેટો ઓનલાઈન ફૂડ ડિલિવરી બોયને ફૂડ ડિલિવરી કરવા માટે ગેટેડ કોમ્યુનિટીમાં પ્રવેશવાની જરૂર નથી. ફૂડ ડિલિવર કરનારા સીધા જ ધીરાને પાર્સલ આપી શકે છે. પછી ધીરા ગ્રાહકોના દરવાજે જઈને ફૂડ ડિલિવર કરશે. હૈદરાબાદ માધાપુર સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા ધીરા રોબોટ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે. પહેલા તબક્કામાં બે રોબોટ મૂકવામાં આવ્યા છે. જે નરસિંગી વિસ્તારમાં કામ કરી રહ્યા છે.

શું કહે છે કંપનીઃઆ અંગે એક્સપ્રેસ ટેકનોલોજીના CEO શ્રીનિવાસે જણાવ્યું હતું કે, હજુ વધારે આ પ્રકારના રોબોટ શરૂ કરવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છે. જે ફૂડ ડિલિવરી માટેની આખી ચેઈનને બદલી નાંખશે. ધીરે એક સાથે 16 પાર્સલને કેરી કરી શકે છે. બધા ડિલિવરી બોયને તે જે પેકેટો લાવ્યા છે તે રોબોટ પર બોક્સમાં મૂકવાનું છે અને રોબોટના કીપેડ પર સંબંધિત ફ્લેટ નંબર્સ અથવા વિલા નંબરો દબાવવાનું છે. તરત જ રોબોટ તેમને દર્શાવેલ ફ્લેટ પર પાર્સલ લઈને જાય છે.

આ પણ વાંચોઃ2022ની ચૂંટણીને લઈ વસોયાનું આક્રમણ તેવર, ભાજપનો ભરપુર ઉડાવ્યો છેદ !

કેવી રીતે થશે ડિલિવરીઃ રોબોટ ઘરના દરવાજે પહોંચતાની સાથે જ આપણા સેલ ફોન પર OTP આવે છે. OTP દબાવતાની સાથે જ રોબોટ પાર્સલ પહોંચાડશે. આ મલ્ટિ-સ્ટોરી એપાર્ટમેન્ટ્સમાં પણ ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. લિફ્ટમાં સ્થિત ચિપની મદદથી, રોબોટ એના દર્શાવેલ ફ્લોર પર જાય છે.

સીઝનની અસર નહીવતઃ રોબોટ કોઈપણ વાતાવરણમાં કામ કરવામાં સક્ષમ છે. આ પ્રકારના રોબોટ્સનો ઉપયોગ ડિલિવરી ચાર્જ ઘટાડે છે. ગેટેડ સમુદાયોમાં, લોકો બહારના લોકો અને ડિલિવરી બોયને અંદર આવે તે પસંદ કરતા નથી. તેથી ધીરા રોબોટ્સ તેમના માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details