રાયપુરઃરાવણાભાઠા મેદાન પર રવિવારે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સ્વાભિમાન જાગરણ સંત પદયાત્રાના સમાપનના દિવસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જૂના અખાડાના પ્રમુખ અવધેશાનંદની અધ્યક્ષામાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી સંતો આવ્યા હતા. રાજ્ય છત્તીસગઢમાં હિન્દુ સ્વાભિમાન જાગરણ સંત પદયાત્રા વિશ્વ હિન્દુ પરિષદે તારીખ 18 ફેબ્રુઆરીએ ચાર શક્તિપીઠથી આયોજન કર્યું હતું. આ ધર્મસભાના એક દિવસ પહેલા સાધુ સંતો તથા વિહિપ પદાધિકારીઓએ ધર્માંતરણ અંગનો મુદ્દો ઊઠાવી લીધો હતો
આ પણ વાંચોઃ Supreme Court News: PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કેસમાં પવન ખેડાની અરજી પર 20 માર્ચે સુનાવણી
હિન્દુઓએ કટ્ટર થવુંઃધર્મસભાની અધ્યક્ષતા કરનારા જૂના અખાડાના પ્રમુખ અવધેશાનંદ ગીરીએ મોટું નિવેદન આપી દીધું હતું. તેમણે એવું કહ્યું કે, હિન્દુ જ્યારે કટ્ટર થશે તો શાંતિ ફેલાશે. હિન્દુ વ્યક્તિ દરેકને પૂજે છે. સત્યની સુરક્ષા માટે હિન્દુ પોતાની પત્ની અને બાળકોને વેચી દેશે. વનવાસીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વનવાસીઓનો ઉપકાર ભૂલી શકાય એમ નથી. વનવાસીઓએ પ્રભુ શ્રીરામને રસ્તો બતાવ્યો હતો.