ધાર, મધ્યપ્રદેશ :જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની પ્રવાસીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સવારે 10.45 કલાકે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40થી 50 વધુ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોંડ તરફથી આવી રહેલા વાહનને બચાવતા અકસ્માત સર્જાયો હતો. બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી.
બસ 25 ફૂટ નીચે નદીમાં પડી :મળતી માહિતી મુજબ, ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે 25 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ, ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો :કેદારનાથથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર ગંગા નદીમાં પડી, તપાસ ચાલુ
PM એ સંવેદના વ્યક્ત કરી : વડાપ્રધાન મોદીએ ધારમાં બસ દુર્ઘટ પર દુઃખદ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું કે, "મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે"
ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડતા પુલ પર અકસ્માત:આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ (ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
પ્રવાસીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી
મહારાષ્ટ્ર પરિવહન બસ :નદીમાં પડેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે, જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે પૂણેથી ઈન્દોર જવા રવાના થઈ હતી. ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે 10 મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને 10:45 વાગ્યે નર્મદામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સામેથી રોંગ સાઈડથી આવી રહેલા વાહનને બચાવતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત રોકવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. નદીમાંથી અત્યાર સુધીમાં 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બાકીની શોધખોળ ચાલુ છે. બસમાં 50થી વધુ પ્રવાસીઓ સવાર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો :શાળામાં પડ્યું કાળમૂખી વૃક્ષ, એક વિદ્યાર્થીનીનું મોત, 19 બાળક ઘાયલ
મુખ્યપ્રધાને ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું:મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સવારે ખરગોન-ધાર વચ્ચે સ્થિત ખલઘાટમાં બસ અકસ્માતની નોંધ લીધી છે. બસ ખાડીમાં પડી હોવાની માહિતી મળતા જ વહીવટીતંત્રને જલ્દી પહોંચવા સૂચના આપવામાં આવી છે. ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. પ્રવાસીઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
પૂર્વ સીએમએ દુ:ખ વ્યક્ત કર્યું : આ દરમિયાન, પૂર્વ સીએમ કમલનાથે ધાર જિલ્લાના ખલઘાટમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. સરકાર અને વહીવટીતંત્રને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા માંગ કરી હતી અને લોકોને વહેલી તકે રાહત આપવા જણાવ્યું હતું.