ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માત ટાળવા તૈયાર કરી અનોખી સિસ્ટમ, વાહનમાં થશે આવું - Road Accident in India

દેશમાં માર્ગ અકસ્માતની (Road Accident in India) ઘટનાઓ દિવસે દિવસે ચિંતાજનક રીતે વધે છે. જેની સામે સમયાંતરે તંત્ર તરફથી ડ્રાઈવનું (Traffic Drive) આયોજન કરવામાં આવે છે. પણ ઝારખંડના ધનબાદમાંથી યુવા ઈજનેરને એક એવું ડિવાઈસ બનાવ્યું છે જે અકસ્માત ટાળવામાં મદદરૂપ થશે, ખાસ કરીને જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ (Drink And Drive Case in India) કરતા હશો ત્યારે આ ડિવાઈસ ઘણા એલર્ટ આપી અકસ્માત નીવારવા સંકટમોચન સાબિત થશે.

ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માત ટાળવા તૈયાર કરી અનોખી સિસ્ટમ,વાહનમાં થશે આવું
ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માત ટાળવા તૈયાર કરી અનોખી સિસ્ટમ,વાહનમાં થશે આવું

By

Published : Jun 27, 2022, 7:57 PM IST

ધનબાદઃ ધનબાદના ત્રણ એન્જિનિયરોએ નશાના (Accident due to Alcohol) કારણે થતા માર્ગ અકસ્માતોને (Road Accident in India) ઘટાડવા માટે એક ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણનું નામ 'સેફ્ટી સિસ્ટમ અગેઇન્સ્ટ આલ્કોહોલ ઇન વ્હીકલ' છે. હાલમાં તેને ડીજીએમએસને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. દારૂ પીને (Drink And Drive Case in India) વાહન ચલાવવાને કારણે માર્ગ અકસ્માતો થાય છે. ધનબાદના ત્રણ એન્જિનિયરોએ આ સમસ્યાનો અનોખો (Solution for Drink And Drive) ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણએ એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેમાં દારૂ પીનારાઓને વાહન ચલાવવાથી તો રોકશે જ, પરંતુ માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુને રોકવામાં પણ કારગર સાબિત થશે.

આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

કેવી રીતે કામ કરે છે સિસ્ટમઃ કોલ ઈન્ડિયાની પેટાકંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)માં કામ કરતા એન્જિનિયર અજિત યાદવે તેના બે મિત્રો સાથે મળીને 'વાહનમાં આલ્કોહોલ સામે સલામતી સિસ્ટમ' નામનું ઉપકરણ તૈયાર કર્યું છે. વાહનમાં આલ્કોહોલ સામે સલામતી સિસ્ટમ કોઈપણ વાહનની ડ્રાઇવિંગ સીટની સામે સેટ કરી શકાય છે. આ ડિવાઈસથી સેન્સર દ્વારા ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિનું બિહેવીયર કેપ્ચર કરે છે. જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય, તો ડિવાઈસ વાહનને ચાલુ થવા દેશે નહીં. જો કારનું એન્જિન પહેલેથી જ ચાલુ થઈ ગયું હોય અને તે પછી કોઈ વ્યક્તિ પીને ડ્રાઈવિંગ સીટ પર બેસે છે તો એ કારનું એન્જિન આપોઆપ બંધ થઈ જશે.

ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માત ટાળવા તૈયાર કરી અનોખી સિસ્ટમ,વાહનમાં થશે આવું

કોણ છે આઃ આ ડિવાઈસ તૈયાર કરનારના નામ અજીત, મનીષ અને સિદ્ધાર્થ છે. તેમણે જોયું કે કોલસાના ક્ષેત્રમાં કોલસાનું પરિવહન કરતા વાહનો સાથે સંકળાયેલા મોટાભાગના અકસ્માતોમાં ડ્રાઇવર દારૂના નશામાં હોય છે. એટલે નક્કી કર્યું કે આવી કોઈ ટેકનિક વિકસાવવી જોઈએ, જેથી ડ્રાઈવરને દારૂ પીવાથી રોકી શકાય. હવે આ પ્રાયમરી સિસ્ટમ તૈયાર કરીને તેઓ હવે એને વધારે અપગ્રેડ કરવા પ્રયાસ કરી રહ્યા છે. જેથી ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ આવવાથી અથવા આંખ મારવાને કારણે થતા અકસ્માતોને પણ અટકાવી શકાય.

આ પણ વાંચોઃ ભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા, કેમેરામાં લાઈવ દ્રશ્યો થયા કેદ

ટેસ્ટ માટે મોકલાયું ડિવાઈસઃ હાલમાં આ ઉપકરણ વધુ પરીક્ષણ માટે DGMS (ડિરેક્ટોરેટ જનરલ ઓફ માઇન્સ સેફ્ટી) હેઠળ છે. ટીમને આશા છે કે કંપનીની પહેલ પર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેને મંજૂરી આપશે, એ પછી કાર સહિત તમામ મોટા વાહનોમાં તેનો ઉપયોગ કરી શકાશે. તે જ સમયે, જિલ્લા પરિવહન અધિકારી રાજેશ કુમાર સિંહે આ શોધની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મોટાભાગના અકસ્માતો દારૂના નશાને કારણે થઈ રહ્યા છે. આ ઉપકરણના ઉપયોગથી, માર્ગ અકસ્માતોમાં ઘણી હદ સુધી ઘટાડો થશે.

RTOએ સમર્થન કર્યુંઃ વાહનવ્યવહાર અધિકારીએ વાહનોમાં તેના ઉપયોગ માટે ઝુંબેશ ચલાવવા અંગે જણાવ્યું છે. ચોક્કસ આ ઉપકરણ જોવામાં નાનું છે પરંતુ તે એક મોટી બાબત છે. જો આ ટેક્નોલોજીનો ઉપયોગ વાહનોમાં કરવામાં આવે તો ચોક્કસ અકસ્માતો તો ઘટશે જ. અકસ્માતોમાં થતા મૃત્યુને પણ અટકાવી શકાશે. વાહનમાં લાગેલું સેન્સર શ્વાસ ઉછવાસથી દ્વારા દારૂ પીનારાને શોધી કાઢશે.

ABOUT THE AUTHOR

...view details