ન્યૂઝ ડેસ્ક- દેશના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ (Cryptocurrency exchange WazirX) પર કાર્યવાહી કર્યા બાદ GST Intelligence (DGGI Target Cripto Exchange) એ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કરતી કંપનીઓ (Cryptocurrency service providers ) સામે કાર્યવાહી શરૂ કરી છે. ડીજીજીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ કરચોરી માટે શંકાસ્પદ કંપનીઓ પર દેશભરમાં દરોડા પાડી રહ્યાં છે.
49 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો
આપને જણાવીએ કે ગયા ગુરુવારે DGGI એ ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ WazirX ની મોટાપાયે કરચોરી (DGGI Target Cripto Exchange) શોધી કાઢી હતી. અધિકારીઓએ કરોડોની કરચોરીનો ખુલાસો કરતાં વઝીરએક્સ (Cryptocurrency exchange WazirX) પર વ્યાજ અને દંડ લાદ્યો હતો. (GST Intelligence) વિભાગે કંપની પાસેથી રૂ. 49 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. માહિતી અનુસાર વઝીરએક્સે 40.5 કરોડનો GST ચોરી કરી હતી. આ કેસમાં તેની પાસેથી દંડ અને વ્યાજ તરીકે 49.2 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી હતી.